LIVE BLOG

Gujarat News Today Live: મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: NA જમીનો માટે 7/12 બંધ થશે, માત્ર પ્રોપર્ટી કાર્ડ જ માન્ય રહેશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 28 Oct 2026 07:39 AM (IST)Updated: Wed, 28 Oct 2026 07:45 AM (IST)
gujarat-latest-news-today-28-october-2026-top-headlines-breaking-news-city-news-local-updates-lb

Gujarat News Today Live 28 October, 2026 : રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી નોન-એગ્રીકલ્ચર (NA) થયેલી જમીનો માટે ગામ નમૂના નંબર-7 (7/12) બંધ કરી દેવામાં આવશે અને તેના સ્થાને માત્ર 'પ્રોપર્ટી કાર્ડ' જ માન્ય ગણાશે. અગાઉ NA જમીનો માટે 7/12 અને પ્રોપર્ટી કાર્ડ બંને ચાલતા હોવાથી નામોમાં વિસંગતતા, ટાઇટલ ક્લિયરન્સમાં વિલંબ અને બેંક લોન પ્રક્રિયામાં મુશ્કેલીઓ જેવી સમસ્યાઓ સર્જાતી હતી. હવે બંનેના ડેટાને મર્જ કરીને માત્ર પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે, જેથી મિલકતના ખરીદ-વેચાણ, બેંક લોન અને પ્રોપર્ટી ટ્રાન્સફરની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનશે. નાગરિકો આ તમામ અપડેટેડ વિગતો AnyROR પોર્ટલ પરથી સરળતાથી ચકાસી શકશે.

28 Oct 2026, 07:45 AM

મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: NA જમીનો માટે 7/12 બંધ થશે

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી નોન-એગ્રીકલ્ચર (NA) થયેલી જમીનો માટે ગામ નમૂના નંબર-7 (7/12) બંધ કરી દેવામાં આવશે અને તેના સ્થાને માત્ર 'પ્રોપર્ટી કાર્ડ' જ માન્ય ગણાશે. અગાઉ NA જમીનો માટે 7/12 અને પ્રોપર્ટી કાર્ડ બંને ચાલતા હોવાથી નામોમાં વિસંગતતા, ટાઇટલ ક્લિયરન્સમાં વિલંબ અને બેંક લોન પ્રક્રિયામાં મુશ્કેલીઓ જેવી સમસ્યાઓ સર્જાતી હતી. હવે બંનેના ડેટાને મર્જ કરીને માત્ર પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે, જેથી મિલકતના ખરીદ-વેચાણ, બેંક લોન અને પ્રોપર્ટી ટ્રાન્સફરની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનશે. નાગરિકો આ તમામ અપડેટેડ વિગતો AnyROR પોર્ટલ પરથી સરળતાથી ચકાસી શકશે.

28 Oct 2026, 07:44 AM

તાલાલામાં 7 મહિને જન્મેલા બાળકને સવા કલાક CPR આપી નવજીવન આપ્યું

તાલાલાની મારુતિનંદન હોસ્પિટલમાં મંડોર ગામના આશાબેન ગોહિલના 7 મહિને જન્મેલા અતિ નાજુક બાળકના જન્મના છઠ્ઠા દિવસે અચાનક ધબકારા થંભી ગયા હતા. સામાન્ય રીતે 30 મિનિટના પ્રયાસ પછી ધબકારા ન આવે તો દર્દીને મૃત જાહેર કરવામાં આવે છે, પરંતુ બાળરોગ નિષ્ણાત ડૉ. પરાગ નિમાવત અને તેમની ટીમે હાર માન્યા વિના સતત સવા કલાક (1 કલાક અને 15 મિનિટ) સુધી બાળકને CPR અને એડ્રેનાલિન ઇન્જેક્શન આપતા બાળકના ધબકારા ચમત્કારિક રીતે ફરી શરૂ થઈ ગયા હતા. તબીબોની આ અથાગ મહેનતથી બાળકનું ઓક્સિજન લેવલ 30% થી વધીને 92% પહોંચી ગયું હતું, જેણે "રામ રાખે તેને કોણ ચાખે" કહેવત સાર્થક કરી પરિવારમાં આનંદની લાગણી સર્જી છે.

28 Oct 2026, 07:44 AM

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન

ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓ માટે 5 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી કુલ 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. આ વેકેશન પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓની અનુકૂળતા જળવાઈ રહે તે માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એકસરખી રાખવા જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ છે. આ ઉપરાંત, NCTE ના નિયમો મુજબ પ્રથમ વર્ષના નિર્ધારિત કાર્યદિવસો પૂરા કરવા માટે તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય 19 નવેમ્બરથી જ ફરી શરૂ કરી દેવામાં આવશે.