Gujarat News Today Live: ગુજરાતમાં આજથી હવામાનમાં પલટો આવ્યો છે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ કચ્છમાં છુટા છવાયા સ્થળોએ હળવો કર્મો હળવો વરસાદ થઈ શકે છે.
Una News: ઉના-ભાવનગર હાઈવે પર કારે અડફેટે લેતા બાઇકસવારનું મોત
ઉના-ભાવનગર હાઈવે પર નાઠેજ ગામ પાસે આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એક કારે બાઈક અને બે ટ્રેક્ટરને અડફેટે લીધા હતા. ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામના 46 વર્ષીય ખેતમજૂર ધીરુભાઈ માંડણભાઈ પરમારનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસે મૂળ કર્ણાટકના અને હાલ મુંબઈમાં રહેતા કાર ચાલક ગણેશ કુમારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
