Gujarat News Today Live: અંજારમાં એકજ કોમના બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર બબાલ થઈ હતી. જેમાં 65 વર્ષીય આધેડની ચાર અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આમદ ઈસ્માઈલ નોડે પોતાના પરિવારના સભ્યોને સામા પક્ષ સાથે કોઈ સંબંધ ન રાખવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે આ વિવાદ વધુ વકર્યો હતો અને હત્યા સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા, જેના પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો છે.

