LIVE BLOG

Gujarat News Today Live: અમરેલીના ધારીમાં બાળકો પર હુમલો કરનારો આદમખોર દીપડો પાંજરે પુરાયો

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 22 Dec 2025 07:53 AM (IST)Updated: Mon 22 Dec 2025 07:53 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-22-december-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-659711

Gujarat News Today Live:   અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામની સીમમાં ખેતરોમાં મજૂરીકામ કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને માનવભક્ષી દીપડાએ માતાની નજર સામે જ તુવેરના પાકમાં ઉઠાવી જઈ ફાડી ખાધાની હૃદયદ્રાવક ઘટના બની હતી. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તાત્કાલિક ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં આખરે ચાર બાળકોને શિકાર બનાવનાર આ હિંસક દીપડો પાંજરે પુરાયો હતો. નોંધનીય છે કે આ દીપડાએ અગાઉ બગસરા, ભોળા, ધારીના શંબરપુર અને ગોપાલગ્રામ સહિતના વિસ્તારોમાં પણ હુમલા કરી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો, જેના કારણે દીપડો પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

22-Dec-2025, 07:53:28 AMઅમરેલીમાં આદમખોર દીપડો પાંજરે પુરાયો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામની સીમમાં ખેતરોમાં મજૂરીકામ કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને માનવભક્ષી દીપડાએ માતાની નજર સામે જ તુવેરના પાકમાં ઉઠાવી જઈ ફાડી ખાધાની હૃદયદ્રાવક ઘટના બની હતી. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તાત્કાલિક ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં આખરે ચાર બાળકોને શિકાર બનાવનાર આ હિંસક દીપડો પાંજરે પુરાયો હતો. નોંધનીય છે કે આ દીપડાએ અગાઉ બગસરા, ભોળા, ધારીના શંબરપુર અને ગોપાલગ્રામ સહિતના વિસ્તારોમાં પણ હુમલા કરી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો, જેના કારણે દીપડો પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.