Gujarat News Today Live 15 September, 2026 : અમદાવાદના સરખેજમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પાછળનું કારણ સગીરા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીની માતાનો ઠપકો અને ઉશ્કેરણી હોવાનું સામે આવ્યું છે. વિધાર્થીની માતાએ સગીરાના ઘરે આવીને બંનેના સંબંધ બાબતે તકરાર કરી હતી અને "દવા પીને મરી જા" અથવા "મા-બાપની આબરૂ જાળવવી હોય તો લટકી જા" કહીને તેને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હતી. સરખેજ પોલીસે વિદ્યાર્થીની માતા સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 15 Sep 2026 08:48 AM (IST)Updated: Tue, 15 Sep 2026 08:54 AM (IST)

15 Sep 2026, 08:54 AM
સરખેજમાં સગીરાનો આપઘાત
અમદાવાદના સરખેજમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પાછળનું કારણ સગીરા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીની માતાનો ઠપકો અને ઉશ્કેરણી હોવાનું સામે આવ્યું છે. વિધાર્થીની માતાએ સગીરાના ઘરે આવીને બંનેના સંબંધ બાબતે તકરાર કરી હતી અને "દવા પીને મરી જા" અથવા "મા-બાપની આબરૂ જાળવવી હોય તો લટકી જા" કહીને તેને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હતી. સરખેજ પોલીસે વિદ્યાર્થીની માતા સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.