Gujarat News Today Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બે દિવસીય 'નેશનલ અર્બન કોન્ક્લેવ' અને 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે તેમણે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં શરૂ કરાયેલા 'શહેરી વિકાસ વર્ષ'ના કૉન્સેપ્ટ અને લોકોનું 'ઈઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. કોન્ક્લેવમાં સરદાર પટેલની શહેરી વિકાસની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે જોડવા અંગે ચિંતન-મંથન કરવામાં આવશે, જેમાં વિવિધ શહેરોના મેયરો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 15 Oct 2025 06:45 AM (IST)Updated: Wed, 15 Oct 2025 02:45 PM (IST)
