By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 07:11 AM (IST)Updated: Thu 08 Oct 2026 07:16 AM (IST)

08 Oct 2026, 07:16 AM
ગુજરાતના તમામ અભયારણ્યો અને નેશનલ પાર્ક 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલશે
આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વન વિભાગે ગુજરાતના તમામ અભયારણ્યો અને નેશનલ પાર્ક 9 ઓક્ટોબર, 2026થી સહેલાણીઓ માટે ખુલ્લા મુકવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થતાં અને રસ્તાઓ અનુકૂળ બનતા પ્રવાસીઓ હવે સરળતાથી પ્રવાસ કરી શકશે, જેનાથી સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે. વન્ય પ્રાણીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરીને જ પ્રવેશ અપાશે. નોંધનીય છે કે, ગુજરાત સિવાય રાજસ્થાનના રણથંભોર, મધ્યપ્રદેશના સતપુરા અને મહારાષ્ટ્રના પેન્ચ સહિત દેશના અન્ય 9 જેટલા પ્રતિષ્ઠિત ટાઈગર રિઝર્વ અને નેશનલ પાર્ક ગત 1 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.