Gujarat News Today Live 07 October, 2026 : ભાડા વિધેયકમાં કલેક્ટરને સત્તા સોંપવાના વિરોધમાં છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાલ સરકાર સાથેની બેઠક અને હકારાત્મક સમાધાન બાદ સમેટાઈ ગઈ છે. સરકારે વકીલોની માંગ સ્વીકારીને ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તાઓ કલેક્ટરને આપવાના બદલે જ્યુડિશિયરી (કોર્ટ) પાસે જ રહેવા દેવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, નવા કાયદાની સમીક્ષા કરી જરૂરી સુધારા સૂચવવા માટે 5 સભ્યોની કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ આશ્વાસન બાદ બાર કાઉન્સિલ અને વકીલોએ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો છે, જેના પગલે આજે 7 ઓક્ટોબરથી કોર્ટનું તમામ કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ થશે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 07 Oct 2026 07:06 AM (IST)Updated: Wed, 07 Oct 2026 07:12 AM (IST)

07 Oct 2026, 07:12 AM
ભાડા વિધેયક વિવાદ: સરકારની ખાતરી બાદ વકીલોની હડતાલનો અંત
ભાડા વિધેયકમાં કલેક્ટરને સત્તા સોંપવાના વિરોધમાં છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાલ સરકાર સાથેની બેઠક અને હકારાત્મક સમાધાન બાદ સમેટાઈ ગઈ છે. સરકારે વકીલોની માંગ સ્વીકારીને ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તાઓ કલેક્ટરને આપવાના બદલે જ્યુડિશિયરી (કોર્ટ) પાસે જ રહેવા દેવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, નવા કાયદાની સમીક્ષા કરી જરૂરી સુધારા સૂચવવા માટે 5 સભ્યોની કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ આશ્વાસન બાદ બાર કાઉન્સિલ અને વકીલોએ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો છે, જેના પગલે 7 ઓક્ટોબરથી કોર્ટનું તમામ કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ થશે.