Gujarat News Today Live 06 October, 2026 : ભાવનગરનું રીજનલ સાયન્સ સેન્ટર (RSC) આગામી દિવસોમાં રોબોટિક્સ અને ઇનોવેશનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ROBOFEST-GUJARAT 6.0 – “Engineering the Future” અંતર્ગત AI-Powered Robotics Innovation Challenge – Hackathonનું આયોજન તા. 6 થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન કરવામાં આવશે. આઈડીયેશન સ્ટેજ બાદ 52 ટીમોની પસંદગી કરવામાં આવી છે, જે ભાવનગર ખાતે યોજાનારી 36 કલાકની હેકાથોનમાં પોતાના નવીન વિચારોને કાર્યરત ટેકનોલોજી સોલ્યુશનમાં રૂપાંતરિત કરશે. ટીમો રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ તથા ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાસ્તવિક સામાજિક પડકારોના ઉકેલો વિકસાવશે.

ભાવનગરમાં 6 થી 9 ઓક્ટોબર ROBOFEST-GUJARAT 6.0 યોજાશે, 52 ટીમો ભાગ લેશે
ભાવનગરનું રીજનલ સાયન્સ સેન્ટર (RSC) આગામી દિવસોમાં રોબોટિક્સ અને ઇનોવેશનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ROBOFEST-GUJARAT 6.0 – “Engineering the Future” અંતર્ગત AI-Powered Robotics Innovation Challenge – Hackathonનું આયોજન તા. 6 થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન કરવામાં આવશે. આઈડીયેશન સ્ટેજ બાદ 52 ટીમોની પસંદગી કરવામાં આવી છે, જે ભાવનગર ખાતે યોજાનારી 36 કલાકની હેકાથોનમાં પોતાના નવીન વિચારોને કાર્યરત ટેકનોલોજી સોલ્યુશનમાં રૂપાંતરિત કરશે. ટીમો રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ તથા ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાસ્તવિક સામાજિક પડકારોના ઉકેલો વિકસાવશે.