Gujarat News Today Live: સુરત શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો ચોકાવનારો છે કારણ કે એક વ્યક્તિ રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાં લીલા ધાણા ધોઈ રહ્યો છે. આ પ્રકારનું બેદરકારીભર્યું અને અમાનવીય કૃત્ય લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા સમાન છે.વાયરલ વીડિયો અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે હાલ વિડિયો અંગે જાણકારી મળી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો ચોકાવનારો છે કારણ કે એક વ્યક્તિ રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાં લીલા ધાણા ધોઈ રહ્યો છે. આ પ્રકારનું બેદરકારીભર્યું અને અમાનવીય કૃત્ય લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા સમાન છે.વાયરલ વીડિયો અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે હાલ વિડિયો અંગે જાણકારી મળી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે, જ્યારે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં છે અને ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.
વલસાડ જિલ્લાના અંજલાવ ગામમાં દીપડાએ દેખા દીધી હતી. દીપડો દેખાતા ગ્રામજનમાં ભયનો માહોલ છવાયો છે. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે અને વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માગ કરી છે.
ગુજરાત અને બિહારની સંસ્કૃતિમાં સાદગી અને સંઘર્ષની તાકાત જેવી ઊંડી સમાનતાઓ જોવા મળે છે. બિહારથી ગુજરાત આવેલા લાખો લોકો તેમની સખત મહેનત, પ્રામાણિકતા અને કર્મઠતા દ્વારા ગુજરાત, ખાસ કરીને સુરતના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને બિહાર ચૂંટણીના સહ-પ્રભારી સી.આર. પાટીલે વર્ચ્યુઅલ માધ્યમથી મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં રહેતા બિહારના નિવાસી પરિવારો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન, ઉપસ્થિત સૌએ એકતા અને સમર્પણ ભાવ સાથે NDAની ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટીફીકેશન અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.