Gujarat News Today Live:  તળાજા, મહુવા અને પાલીતાણા તાલુકાના ગામોમા 3થી 5 જાન્યુઆરી સુધી પાણી પુરવઠો બંધ રહેશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 01 Jan 2026 06:42 AM (IST)Updated: Thu 01 Jan 2026 06:42 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-01-january-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-665803

Gujarat News Today Live, 01 January, 2026:   ભાવનગર જીલ્લામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળની તળાજા, મહુવા અને પાલીતાણા તાલુકાના ગામોને આવરી લેતી પસવી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પસવી મુખ્ય હેડવર્કસ તળે આવશ્યક રીપેરીંગ કામગીરી અન્વયે 3 થી 5 જાન્યુઆરી 2026 સુધી પસવી ઝોન તળે પાણી મેળવતા તમામ લાભાર્થી ગામોનો પાણી પુરવઠો બંધ રહેશે. પસવી હેડવર્કસ પર રીપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી લાભાર્થી ગામોને ગ્રામ્ય કક્ષાએ વૈકલ્પિક વ્યવસ્થાનુ આયોજન કરવાનું રહેશે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર તળાજાની યાદીમાં જણાવાયું છે.