ગુજરાત હાઈકોર્ટ: માતા પાસે બાળકીની કસ્ટડી ગેરકાયદે નથી, પિતાની હેબિયસ કોર્પસ અરજી રદ

ગુજરાત હાઈકોર્ટે સવા બે વર્ષની દીકરીની કસ્ટડી માતા પાસેથી પિતાને સોંપવાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 08:30 AM (IST)Updated: Tue, 27 Oct 2026 08:30 AM (IST)
gujarat-high-court-child-custody-habeas-corpus-petition-husband-wife-dispute

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બાળકના કલ્યાણ અને હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વનો આદેશ આપ્યો છે. આ કેસની વાત કરીએ તો, પત્ની પાસે રહેલી 2 વર્ષ અને 3 મહિનાની દીકરીની કસ્ટડીને ગેરકાયદેસર ગણાવીને પિતા દ્વારા કરવામાં આવેલી હેબિયસ કોર્પસ રિટ અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

બાળકનું કલ્યાણ સર્વોપરી- ગુજરાત હાઈકોર્ટ

જસ્ટિસ ઇલેશ જે વોરા અને જસ્ટિસ આર.ટી વચ્છાણીની બેન્ચે આ મામલે મહત્વનું અવલોકન કરવાં જણાવ્યું કે, અંદાજે સવા 2 વર્ષની માસૂમ બાળકી પોતાની જનેતાની સાથે જ રહેતી હોય. તેને કોઈ પણ સંજોગોમાં ગેરકાયદેસર કસ્ટડી ગણી શકાય નહી. કોર્ટે આ કેસમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, બાળકના કલ્યાણને સર્વોપરી ગણીને હાલના તબક્કે કસ્ટડી બદલવાનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવે છે.

પતિની ચેટજીપીટીની ટેવ અને આક્ષેપો

કેસની સુનવણી દરમિયાન પત્નીએ હાઈકોર્ટ સમક્ષ ઘણા ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. હાઈકોર્ટમાં પત્નીએ જજોની ખંડપીઠ સામે દાવો કર્યો કે, તેનો પતિ નાની નાની બાબતોમાં ચેટજીપીટી કરતો. જેના લીધે તેના મનમાં ઘણા નેરેટિવ્સ અને મનઘડત વાર્તાઓ બનતી હતી. ચેટજીપીટીની વધારે પડતી અસરના લીધે પતિ પત્નીને મધર મેનિપ્યુલેટર. ડોટર થીફ, મામા એક્સટોર્શનિસ્ટ અન ફાધર સ્પાઈનલેસ જેવા શબ્દો કરીને બોલાવતો. આ ઉપરાંત પત્નીએ એવો પણ આરોપ મૂક્યો કે, એપ્રિલ 2025માં દાંતની સારવાર દરમિયાન પતિને ડોક્ટર સાથે એકતરફી આકર્ષણ થઈ ગયું.

સક્ષમ કોર્ટમાં વિસ્તૃત તપાસની જરૂરિયાત

હાઈકોર્ટે નોંધ્યું હતું કે બંને પક્ષકારો વચ્ચેના વિવાદો અને હકીકતો વિવાદિત છે, તેથી આ મામલાની વિસ્તૃત તપાસ યોગ્ય અને સક્ષમ કોર્ટ દ્વારા થવી જોઈએ. આ સાથે જ હાઈકોર્ટે પિતાને બાળકની કસ્ટડી મેળવવા માટે કાયદેસરના અન્ય વિકલ્પો અપનાવવાની સ્વતંત્રતા આપીને પિટિશનનો નિકાલ કર્યો છે.