Rushikesh Patel: ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતના કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલએ પાઠવી શુભકામના

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શુભેચ્છા પાઠવતા જણાવ્યું છેકે, દૈનિક જાગરણનું ગુજરાતી જાગરણ, ડિજિટલને ત્રણ વર્ષ પૂરા કરી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 08 Sep 2025 05:27 PM (IST)Updated: Mon, 08 Sep 2025 05:27 PM (IST)
gujarat-cabinet-minister-rushikesh-patel-congratulates-gujarati-jagran-on-3rd-anniversary

Gujarati Jagran 3rd Anniversary: દૈનિક જાગરણ સમૂહની ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણને 9 સપ્ટેમ્બર 2025ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. ગુજરાતમાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન વાંચકોના હૃદયમાં ગુજરાતી જાગરણે સ્થાન મેળવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે.

ઋષિકેશ પટેલનો શુભેચ્છા સંદેશ

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શુભેચ્છા પાઠવતા જણાવ્યું છેકે, દૈનિક જાગરણનું ગુજરાતી જાગરણ, ડિજિટલને ત્રણ વર્ષ પૂરા કરી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્રણ વર્ષની એની કામગીરી અને ચોથા વર્ષમાં સફળતાપૂર્વક એનો પ્રવેશ એ ડિજિટલ માધ્યમ દ્વારા સમાચાર અને સમાચાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું જે પ્રશંસનીય કામ એમના તરફથી થઈ રહ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન.

તમામે તમામ ડિજિટલ જાગરણના કર્મચારીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે સાતત્યપૂર્ણ રીતે જે રીતે સમાચાર સકારાત્મક લોકો સુધી પહોંચાડવાનું કામ અને લોક પ્રશ્નો પણ યોગ્ય માધ્યમો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે, એમને ખૂબ ખૂબ હું અભિનંદન પણ આપું છું અને ચોથા વર્ષમાં પણ એમની આજ યાત્રા સફળતાપૂર્વક ચાલુ રહે એવી શુભેચ્છાઓ આપું છું.

જાગરણ ન્યૂ મીડિયા વિશે

જાગરણ ન્યૂ મીડિયા (JNM) એ જાગરણ પ્રકાશન લિમિટેડની ડિજિટલ વિંગ છે - ભારતના અગ્રણી મીડિયા અને કોમ્યુનિકેશન ગ્રુપ, જે પ્રિન્ટ, OOH, એક્ટિવેશન્સ, રેડિયો અને ડિજિટલમાં ફેલાયેલા છે. જાગરણ.કોમ એ જાગરણ ન્યૂ મીડિયાની મુખ્ય બ્રાન્ડ છે અને ભારતમાં નંબર 1 હિન્દી સમાચાર અને માહિતી સાઇટ છે (સ્ત્રોત: comScore MoMX મલ્ટી-પ્લેટફોર્મ; ઓગસ્ટ 2018). Jagran.com એ વિશ્વના સૌથી મોટા વાંચેલા દૈનિક અખબાર - દૈનિક જાગરણનું ઓનલાઈન સંસ્કરણ છે, જેના 29.6 મિલિયન વપરાશકર્તાઓ છે (comScore MMX મલ્ટી-પ્લેટફોર્મ; ઓગસ્ટ 2018).

જાગરણ ન્યૂ મીડિયા ગુજરાતી સમાચાર અને માહિતી સાઈટ એટલે ગુજરાતી જાગરણ. જે ગુજરાતી ભાષામાં ગુજરાત સાથે દેશ, વિદેશ, બોલીવૂડ, સ્પોર્ટ્સ, ધર્મ, હેલ્થ, રેસિપી સહિતના સમાચાર વાંચકોને પીરસી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી જાગરણને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તટસ્થ સમાચાર અને લોક ઉપયોગી માહિતી દરેક વાંચક સુધી પહોંચાડવાના કારણે ગુજરાતી જાગરણ લોકપ્રિય બની રહ્યું છે. ગુજરાતી ઉપરાંત જાગરણ ન્યૂ મીડિયાની પંજાબી, મરાઠી, અંગ્રેજી ભાષામાં ન્યૂઝ વેબસાઈ છે. આ ઉપરાંત હેલ્થ અને લાઈફ સ્ટાઈલની https://www.onlymyhealth.com/ અને herzindagi.com સાઈટ છે.