LIVE BLOG

Gujarat News Today Live: કચ્છ જિલ્લામાં સર્પદંશના તમામ કેસો અને મૃત્યુની ફરજિયાત નોંધણી કરવા તમામ હોસ્પિટલોને આરોગ્ય વિભાગનો આદેશ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 29 Oct 2026 07:06 AM (IST)Updated: Thu, 29 Oct 2026 07:13 AM (IST)
gujarat-breaking-news-today-live-29-october-2026-top-headlines-city-news-and-local-updates-lb

Gujarat News Today Live 29 October, 2026 : કચ્છ જિલ્લામાં જાહેર આરોગ્ય હિતમાં જિલ્લાની તમામ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ (હોસ્પિટલો/ક્લિનિક) સર્પદંશના તમામ કેસો તથા સર્પદંશથી થતાં મૃત્યુની સંબંધિત સત્તાધિકારીને ફરજિયાત જાણ અને નોંધણી કરવાની રહેશે.

29 Oct 2026, 07:13 AM

સર્પદંશ કેસ નોંધાયાના 24 કલાકમાં જ IHIP પોર્ટલ પર વિગતો દર્શાવવી પડશે

કચ્છ જિલ્લામાં જાહેર આરોગ્ય હિતમાં જિલ્લાની તમામ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ (હોસ્પિટલો/ક્લિનિક) સર્પદંશના તમામ કેસો તથા સર્પદંશથી થતાં મૃત્યુની સંબંધિત સત્તાધિકારીને ફરજિયાત જાણ અને નોંધણી કરવાની રહેશે.

કચ્છ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ જાહેરનામાની માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ આરોગ્ય સંસ્થામાં સર્પદંશનો શંકાસ્પદ કે સંભવિત કેસ ઓળખાય અથવા દર્દી સારવાર માટે દાખલ થાય, ત્યારથી શક્ય હોય ત્યાં સુધી 24 કલાકની અંદર તેની જાણ સંબંધિત આરોગ્ય સત્તાધિકારીને નિર્ધારિત પદ્ધતિ મુજબ કરવાની રહેશે. આ ઉપરાંત, સર્પદંશના તમામ કેસો અને તેનાથી થતાં મૃત્યુની ભારત સરકારના 'IHIP' (Integrated Health Information Platform) પોર્ટલ પર 100 ટકા નોંધણી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

29 Oct 2026, 07:12 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હરિયાણાના મુખ્યમંત્રીની શુભેચ્છા મૂલાકાત

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી. હરિયાણાના મુખ્યમંત્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ હેપનીંગ હરિયાણા 2.O ઈન્વેસ્ટ ઈન હરિયાણા, ઈન્વેસ્ટ ઈન ધ ફ્યુચર અંતર્ગત સુરત અને અમદાવાદ-ગાંધીનગરમાં બિઝનેસ લિડર્સ સાથે મિટીંગ યોજવાના છે.