Gujarat Breaking News Live, 3 November 2026: અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટના બાંધકામના કામને કારણે સાબરમતીથી વટવા સુધીના પાયાભૂત માર્ગનું કામ તેમજ મેટ્રો લાઇનના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર રેલિંગ અને બ્રિજ મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વાહનવ્યવહાર માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન તા. 3 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી તથા તા. 4 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે અવરજવર બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
