GSEB Board Exam 2027: ધોરણ 10 અને 12ની પરીક્ષા ફી જાહેર, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ધો.10માં નિયમિત વિદ્યાર્થી માટે 445 રૂ., ધો.12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થી માટે 760 અને ધો.12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થી માટે 620 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 04 Nov 2026 03:13 PM (IST)Updated: Wed, 04 Nov 2026 03:17 PM (IST)
gseb-ssc-hsc-gujarat-board-exam-fees-2027-announced-girls-and-divyang-students-get-full-exemption

GSEB Gujarat Board Exam Fees 2027: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ 2027 દરમિયાન લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં ધો.10માં નિયમિત વિદ્યાર્થી માટે 445 રૂ., ધો.12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થી માટે 760 અને ધો.12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થી માટે 620 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ ફીમાંથી વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી છે.

ધોરણ 10ની પરીક્ષા માટેની ફી

  • નિયમિત વિદ્યાર્થીઃ- 445 રૂ.
  • નિયમિત રીપીટર (એક વિષય):- 165 રૂ.
  • નિયમિત રીપીટર (બે વિષય):- 235 રૂ.
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય):- 300 રૂ.
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધુ):- 435 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (એક વિષય):- 165 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (બે વિષય) :- 235 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):- 300 રૂ.
  • GSOS ઉમેદવાર(નિયમિત):- 435 રૂ.
  • GSOS રીપીટર (એક વિષય) 165 રૂ.
  • GSOS રીપીટર (બે વિષય):- 235 રૂ.
  • GSOS રીપીટર (ત્રણ વિષય):- 300 રૂ.
  • GSOS રીપીટર (ત્રણ કરતા વધ વિષય):- 435 રૂ.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની ફી

  • નિયમિત વિદ્યાર્થીઃ- 620 રૂ.
  • નિયમિત રીપીટર (એક વિષય):- 175 રૂ.
  • નિયમિત રીપીટર (બે વિષય):- 280 રૂ.
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય):- 360 રૂ.
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધુ):- 620 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (એક વિષય):- 175 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (બે વિષય) :- 280 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):- 360 રૂ.
  • GSOS ઉમેદવાર(નિયમિત):- 620 રૂ.
  • GSOS રીપીટર (એક વિષય) 175 રૂ.
  • GSOS રીપીટર (બે વિષય):- 280 રૂ.
  • GSOS રીપીટર (ત્રણ વિષય):- 360 રૂ.
  • GSOS રીપીટર (ત્રણ કરતા વધ વિષય):- 620 રૂ.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેની ફી

  • નિયમિત વિદ્યાર્થીઃ- 760 રૂ.
  • નિયમિત રીપીટર (એક વિષય):- 230 રૂ.
  • નિયમિત રીપીટર (બે વિષય):- 380 રૂ.
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય):- 530 રૂ.
  • નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધુ):- 760 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (એક વિષય):- 230 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (બે વિષય) :- 380 રૂ.
  • પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):- 530 રૂ.