OPEN IN APP

Gujarat Board SSC 2023 Result Schools Wise: રાજ્યની 1084 શાળાઓનું 30%થી ઓછું પરિણામ, દાહોદ અને જૂનાગઢની શાળાઓ વધુ

By: Rakesh Shukla   |   Thu 25 May 2023 01:49 PM (IST)
gseb-ssc-10th-result-2023-know-district-level-schools-with-less-then-30-per-cent-gujarat-board-10th-results-based-on-regular-examinee-results-136110

Gujarat Board SSC 2023 Result Schools Wise: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું ધો.10 બોર્ડનું પરિણામ 64.62 ટકા આવ્યું છે. સ્કૂલ વાઇઝ પરિણામ પર નજર ફેરવવામાં આવે તો રાજ્યની 1084 શાળાઓ એવી છે, જેનું 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. જોકે ગયા વર્ષની સરખામણીએ પણ 30 ટકાથી ઓછા પરિણામ મેળવનારી શાળામાં 77 શાળાઓનો વધારો થયો છે.

8 મહાનગરોમાં કેટલી શાળાનું 30%થી ઓછું પરિણામ
રાજ્યના 8 મહાનગરોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જૂનાગઢમાં છે. જૂનાગઢમાં 72 શાળાઓનું પરિણામ 30%થી ઓછું છે. જ્યારે બીજા નંબર અમદાવાદમાં 59 અને ત્રીજા નંબર રાજકોટમાં 60 શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું છે. જૂનાગઢમાં ગયા વર્ષની સરખામણીએ 30 શાળાઓ વધી છે. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં અમદાવાદમાં 7 અને રાજકોટમાં 16 શાળાઓ ઘટી છે.

મહાનગરમાર્ચ-2023ની સંખ્યામાર્ચ-2022ની સંખ્યાતફાવત
જૂનાગઢ724230
અમદાવાદ શહેર5966-7(ઘટી)
રાજકોટ5369-16(ઘટી)
વડોદરા52520
જામનગર33249
સુરત25169
ભાવનગર1923-4(ઘટી)
ગાંધીનગર1728-11(ઘટી)

સૌથી વધુ કયા જિલ્લામાં કેટલી શાળાનું 30%થી ઓછું પરિણામ
જિલ્લા/શહેર પ્રમાણે વાત કરવામાં આવે તો દાહોદમાં સૌથી વધુ 155 શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું છે. જ્યારે બીજા ક્રમે જૂનાગઢમાં આવે છે. જેમાં 72 શાળાઓ, અમદાવાદ રૂરલમાં 60, અમદાવાદ શહેરમાં 59, રાજકોટમાં 53 શાળોનું પરિણામ 30%થી ઓછું આવ્યું છે.

જિલ્લો-શહેરમાર્ચ-2023ની સંખ્યામાર્ચ-2022ની સંખ્યાતફાવત
દાહોદ1557085
જૂનાગઢ724230
અમદાવાદ રૂરલ60555
અમદાવાદ શહેર5966-7(ઘટી)
રાજકોટ5369-16(ઘટી)
વડોદરા52520
ખેડા49490
સાબરકાંઠા3942-3(ઘટી)
પંચમહાલ3743-6(ઘટી)
આણંદ362511
બનાસકાંઠા3348-15(ઘટી)
જામનગર33249
મહિસાગર (લુણાવાડા)31292
વલસાડ3132-1(ઘટી)
અરવલ્લી (મોડાસા)271215
ભરૂચ26260
ગીર સોમનાથ (વેરાવળ)251312
સુરત25169
મહેસાણા2435-11(ઘટી)
પાટણ2442-18(ઘટી)
કચ્છ2336-13(ઘટી)
ભાવનગર1923-4(ઘટી)
દેવભૂમિ દ્વારકા17170
ગાંધીનગર1728-11(ઘટી)
અમરેલી1688
સુરેન્દ્રનગર1617-1(ઘટી)
નર્મદા1596
તાપી1216-4(ઘટી)
નવસારી1183
મોરબી1012-2(ઘટી)
છોટા ઉદેપુર911-2(ઘટી)
ડાંગ (આહા)972
પોરબંદર972
બોટાદ810-2(ઘટી)
દિવ303
દાદરાનગર હવેલી26-4(ઘટી)
દમણ02-2(ઘટી)
કુલ1084100777

ગયા વર્ષની સરખાણીએ 77 શાળાઓ વધી
ધો. 10 બોર્ડના જિલ્લા/શહેરની શાળાઓ પ્રમાણે પરિણામ પર નજર ફેરવવામાં આવે તો માર્ચ 2022માં ધો. 10ના પરિણામમાં 1007 શાળાઓ એવી હતી જેનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. માર્ચ 2023માં આ આંકડામાં વધારો થયો છે. આ વર્ષે 1084 શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું છે. જેમાં દાહોદ અને જૂનાગઢ મોખરે છે. આમ માર્ચ 2022ની સરખામણીએ માર્ચ 2023માં 77 શાળાઓનો વધારો થયો છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.