Gujarat SSC Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધો.10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું ધો.10 બોર્ડનું પરિણામ 64.62 ટકા આવ્યું છે. સ્કૂલ વાઇઝ પરિણામ પર નજર ફેરવવામાં આવે તો રાજ્યની 157 શાળાઓ એવી છે. જેનું શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. જે ગંભીર બાબત છે. ગયા વર્ષની સરખામણીએ પણ શૂન્ય ટકા પરિણામ મેળવનારી શાળામાં 36 શાળાઓનો વધારો થયો છે. જે ચિંતાનજક છે.
8 મહાનગરોમાં કેટલી શાળાનું શૂન્ય ટકા પરિણામ
રાજ્યના 8 મહાનગરોની વાત કરવામાં આવે તો સૌથી વધુ શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓ રાજકોટમાં છે. રાજકોટમાં 13 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા છે. જ્યારે બીજા નંબર જૂનાગઢ 9 અને ત્રીજા નંબર અમદાવાદમાં 8 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ 7 શાળાઓનો શૂન્ય ટકા પરિણામની યાદીમાં વધારો થયો છે.
મહાનગર | માર્ચ-2023ની સંખ્યા | માર્ચ-2022ની સંખ્યા | તફાવત |
રાજકોટ | 13 | 6 | 7 |
જૂનાગઢ | 9 | 6 | 3 |
અમદાવાદ શહેર | 8 | 5 | 3 |
સુરત | 6 | 3 | 3 |
જામનગર | 5 | 7 | -2(ઘટી) |
ગાંધીનગર | 4 | 2 | 2 |
ભાવનગર | 4 | 4 | 0 |
વડોદરા | 1 | 6 | -5(ઘટી) |
સૌથી વધુ કયા જિલ્લામાં કેટલી શાળાનું શૂન્ય ટકા પરિણામ
જિલ્લા/શહેર પ્રમાણે વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં સૌથી વધુ 22 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. જ્યારે બીજા ક્રમે રાજકોટ આવે છે. જેમાં 13 શાળાઓ, જૂનાગઢમાં 9, અમદાવાદ શહેર અને કચ્છમાં 8 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે.
જિલ્લા-શહેર | માર્ચ-2023ની સંખ્યા | માર્ચ-2022ની સંખ્યા | તફાવત |
દાહોદ | 22 | 10 | 12 |
રાજકોટ | 13 | 6 | 7 |
જૂનાગઢ | 9 | 6 | 3 |
અમદાવાદ શહેર | 8 | 5 | 3 |
કચ્છ | 8 | 4 | 4 |
ગીર સોમનાથ (વેરાવળ) | 7 | 4 | 3 |
પંચમહાલ | 6 | 7 | -1(ઘટી) |
સુરત | 6 | 3 | 3 |
આણંદ | 5 | 2 | 3 |
બનાસકાંઠા | 5 | 4 | 1 |
જામનગર | 5 | 7 | -2(ઘટી) |
મહિસાગર (લુણાવાડા) | 5 | 4 | 1 |
સાબરકાંઠા | 5 | 6 | -1(ઘટી) |
વલસાડ | 5 | 5 | 0 |
અમરેલી | 4 | 3 | 1 |
ભાવનગર | 4 | 4 | 0 |
ગાંધીનગર | 4 | 2 | 2 |
ખેડા | 4 | 6 | -2(ઘટી) |
મહેસાણા | 4 | 2 | 2 |
અમદાવાદ રૂરલ | 3 | 5 | -2(ઘટી) |
ભરૂચ | 3 | 0 | 3 |
બોટાદ | 3 | 1 | 2 |
પાટણ | 3 | 0 | 3 |
સુરેન્દ્રનગર | 3 | 1 | 2 |
મોરબી | 2 | 1 | 1 |
નવસારી | 2 | 1 | 1 |
પોરબંદર | 2 | 2 | 0 |
તાપી | 2 | 6 | -4(ઘટી) |
અરવલ્લી (મોડાસા) | 1 | 1 | 0 |
ડાંગ (આહા) | 1 | 2 | -1(ઘટી) |
દેવભૂમિ દ્વારકા | 1 | 3 | -2(ઘટી) |
વડોદરા | 1 | 6 | -5(ઘટી) |
દાદરાનગર હવેલી | 1 | 0 | 1 |
છોટા ઉદેપુર | 0 | 0 | 0 |
નર્મદા | 0 | 2 | -2(ઘટી) |
દમણ | 0 | 0 | 0 |
દિવ | 0 | 0 | 0 |
કુલ | 157 | 121 | 36 |
ગયા વર્ષની સરખાણીએ 36 શાળાઓ વધી
ધો. 10 બોર્ડના જિલ્લા/શહેરની શાળાઓ પ્રમાણે પરિણામ પર નજર ફેરવવામાં આવે તો માર્ચ 2022માં ધો. 10ના પરિણામમાં 121 શાળાઓ એવી હતી. જેનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હતું. જોકે માર્ચ 2023માં ચિંતાનજક રીતે આ આંકડામાં વધારો થયો છે. આ વર્ષે 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. જેમાં દાહોદ અને રાજકોટ મોખરે છે. આમ માર્ચ 2022ની સરખામણીએ માર્ચ 2023માં 36 શાળાઓનો વધારો થયો છે.