GPSC Exam: જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલની મોટી જાહેરાત, 16મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોવાથી કોઈ પરીક્ષા નહીં લેવાય

GPSC Exam Date 2025: GPSC પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 23 Jan 2025 12:15 PM (IST)Updated: Thu, 23 Jan 2025 12:15 PM (IST)
gpsc-chairman-hasmukh-patel-announces-new-exam-date-on-february-16

GPSC Exam Date 2025: GPSC પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને હવે આ તારીખને લઈને GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.

GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 16મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી?

રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે, અને પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. હાલમાં, જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે 4,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.