Birth Certificate New Rules: વર્ષોથી જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં નામની નાની ભૂલો પણ સુધારાવવી એ એક લાંબી અને જટિલ પ્રક્રિયા રહી છે, જેના કારણે અનેક નાગરિકોને પરેશાની ભોગવવી પડી હતી. આ મુશ્કેલીઓનો અંત લાવવા માટે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નામ સુધારા માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અરજદારોને મોટી રાહત આપશે.જો તમે પણ જન્મના દાખલામાં સુધારો કરાવવાનું વિચારી રહ્યાં હોવ તો સરકાર દ્વારા નવા જણાવેલા આ નવ મુદ્દામાં સમગ્ર પ્રોસેસ સમજીને તમે સરળતાથી જન્મના દાખલામાં સુધારો કરાવી શકો છો.
| ક્રમ | અરજદારની રજૂઆત | રજિસ્ટ્રાર/સબ રજિસ્ટ્રાર(જ.મ.) કક્ષાએ કરવાના થતા જરૂરી સુધારા/વધારા |
| 1 | બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં માતાનું નામ દાખલ કરવા બાબતે | બાળકના જૈવિક(Biological) પિતાનું નામ રીમુવ કરી શકાશે નહિં. એટલે કે પિતાના નામની કોલમમાં ફરજિયાત પિતાનું નામ લખવાનું રહેશે. |
| 2 | છૂટાછેડાના કેસમાં (કોર્ટના હુકમ દ્વારા બાળકની કસ્ટડી માતાની પાસે હોય ત્યારે કોર્ટના આદેશ મુજબ) બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવા બાબતે | જો બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોને આધારે જરૂરી સુધારા/વધારા કરી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક) |
| 3 | જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ Middle Name તરીકે પિતાનું નામ અને Last Name તરીકે અટક બંને લખાવવા માંગતા ન હોય તો | Middle Name તરીકે પિતાનું નામ અને Last Name તરીકે અટક બંને optional કરી શકાશે. દા.ત. (બાળકનું નામ) |
| 4 | માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય તેવા કિસ્સામાં બાળકના પ્રમાણપત્રમાં બાળકના પુરા જન્મના| નામમાં માતાનું નામ દાખલ કરવા બાબતે | જો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોને આધારે જરૂરી સુધારા/વધારા કરી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક) |
| 5 | બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પુરા નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ તેમજ છેલ્લે પિતાનું નામ કરવા બાબતે | જરૂરી આધાર/પુરાવાના આધારે બાળકના નામમાં પ્રથમ અટક કરી શકાશે. દા.ત. (અટક, બાળકનું નામ, પિતાનું નામ) |
| 6 | જન્મના પ્રમાણપત્રમાં બાળકના પુરા નામમાં Middle Name તરીકે પિતાનું નામ લખાવવા ન માંગતા હોય તે બાબતે | Middle Name તરીકે પિતાનું નામ optional રાખી શકાશે. દા.ત. (બાળકનું નામ, અટક) |
| 7 | મરણના પ્રમાણપત્રમાં મરનારના પુરા નામમાં Middle Name તરીકે પિતા/પતિનું નામ લખાવવા ન માંગતા હોય તે બાબતે | Middle Name તરીકે પિતા/પતિનું નામ optional રાખી શકાશે. દા.ત. (મરનારનું નામ, અટક) |
| 8 | મરણના પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ Middle Name તરીકે પિતા/પતિનું નામ કે અટક બંને લખાવવા માંગતા ન હોય તો | Middle Name તરીકે પિતા/પતિનું નામ અને અટક બંને optional કરી શકાશે. દા.ત. (મરનારનું નામ) |
| 9 | જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા બાબતે | સરકારી ગેઝેટ અને બાળકનું અલગ અટક વાળું ફોટો ઓળખપત્ર તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજોને આધારે સુધારો કરી શકાશે. |
