Ahmedabad News:ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ ઓફ યુએસએ (FIA NY–NJ–CT–NE), યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારાના આઠ રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી અને અગ્રણી ગ્રાસરૂટ બિનનફાકારક સંસ્થા, અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને સહાયરૂપ થવા માટે સમર્પિત વ્હીલચેર વિતરણ અભિયાન જોય ઓફ ગિવિંગ ની જાહેરાત કરવામાં આવી છે. આ માનવતાવાદી આ પહેલ આજે અમદાવાદમાં આવેલ અપંગ માનવ મંડળ ખાતે યોજાઈ હતી.
આ સાર્થક પ્રયાસ દ્વારા, અમદાવાદમાં જરૂરિયાતમંદ બાળકોને 100 વ્હીલચેરનું દાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતભરમાં 500 વ્હીલચેર દાન કરવાના FIA ના વ્યાપક સંકલ્પની શરૂઆત થઈ છે. બાકીની 400 વ્હીલચેર અન્ય રાજ્યોમાં વિતરિત કરવામાં આવશે, જે દેશભરના દિવ્યાંગ બાળકોની ગતિશીલતા, સ્વતંત્રતા અને ગૌરવ વધારવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમ FIA ના ચેરમેન અંકુર વૈદ્ય તેમજ પ્રતિષ્ઠિત દાતાઓ અને સંસ્થાના અન્ય અગ્રણીઓની ગરિમામય હાજરીમાં સંપન્ન થયો હતો.
જોય ઓફ ગિવિંગ પહેલ, જેની કિંમત 20 લાખ રૂપિયા છે, તે FIA ના 2026 ના પ્રમુખ 2026 શ્રીકાંત અક્કાપલ્લી, વૈદ્ય પરિવાર અને FIA બોર્ડ મેમ્બર કેની દેસાઈ, FIA બોર્ડ મેમ્બર અનિલ બંસલ, FIA ના વાઇસ પ્રેસિડેન્ટ પ્રીતિ રે પટેલ અને FIA ના 2025 ના પ્રમુખ સૌરિન પરીખ સહિતના પ્રતિષ્ઠિત દાતાઓના ઉદાર સમર્થનથી શક્ય બની હતી.
કારણ કે દરેક બાળક આગળ વધવાને લાયક છે ના શક્તિશાળી સંદેશ હેઠળ હાથ ધરવામાં આવેલ આ કાર્યક્રમ શારીરિક પડકારો ધરાવતા બાળકો માટે સુલભતા, સર્વસમાવેશકતા અને સમાન તકોના મહત્વ પર ભાર મૂકે છે.
આ પહેલ અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતા, FIA ચેરમેન અંકુર વૈદ્યએ જણાવ્યું હતું કે,અપંગ માનવ મંડળની અમારી મુલાકાત ખરેખર પરિવર્તનકારી રહી છે. આ અસાધારણ વિદ્યાર્થીઓની મક્કમતાએ અમને હિંમત અને દ્રઢતાના અમૂલ્ય પાઠ શીખવ્યા છે. FIA આવા માનવતાવાદી અભિયાનો ચાલુ રાખવાનું વચન આપે છે, અને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે એક વધુ સમાવેશી સમાજના નિર્માણમાં અમે અડગ ભાગીદાર રહીશું.
અપંગ માનવ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ ક્ષિતિશ મદનમોહને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,આ ઉમદા કાર્ય માટે FIA સાથે ભાગીદારી કરીને અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. FIA અને તેના દાતાઓ દ્વારા દર્શાવવામાં આવેલી આ ઉદારતા અમારા બાળકોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે." આ સાથે જ તેમણે મહેમાનોને પરંપરાગત દીપ પ્રજ્વલન વિધિ "દીપ પ્રાગટ્ય" માટે આમંત્રિત કર્યા હતા.
અપંગ માનવ મંડળના જનરલ સેક્રેટરી ડો. કમલ સી શાહે આભારવિધિ કરતા ખૂબ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,અપંગ માનવ મંડળ અને જે બાળકોના જીવનમાં આનાથી કાયમી પરિવર્તન આવવાનું છે તે તમામ વતી, અમે FIA, અંકુર વૈદ્ય અને તમામ પ્રતિષ્ઠિત દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે આ પહેલને શક્ય બનાવી છે.
