Diwali Special Train: દિવાળી અને છઠપૂજાના તહેવારો દરમિયાન વતન જતા યાત્રીઓની સુવિધા અને ટ્રેનોમાં વધારાની ભીડને જોતાં પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે સાબરમતી અને મુજફ્ફરપુર વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નં. 09473/09474) ચલાવશે, જે કુલ 4 ફેરા મારશે.
ટ્રેનનું ટાઇમિંગ અને શિડ્યુલ
સાબરમતી – મુજફ્ફરપુર સ્પેશિયલ (ટ્રેન નં. 09473)
આ ટ્રેન 07 અને 14 નવેમ્બર, 2026 (શનિવાર)ના રોજ સાબરમતીથી સાંજે 19:00 કલાકે પ્રસ્થાન કરશે અને સોમવારે સવારે 04:30 કલાકે મુજફ્ફરપુર પહોંચશે.
મુજફ્ફરપુર – સાબરમતી સ્પેશિયલ (ટ્રેન નં. 09474)
વળતા રૂટ પર આ ટ્રેન 09 અને 16 નવેમ્બર, 2026 (સોમવાર)ના રોજ મુજફ્ફરપુરથી સવારે 07:30 કલાકે પ્રસ્થાન કરશે અને મંગળવારે સાંજે 17:00 કલાકે સાબરમતી પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ (માર્ગમાં આવતા સ્ટેશનો)
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મહત્વના સ્ટેશનો પર રોકાશે.
ગુજરાત અને રાજસ્થાન: કલોલ, મહેસાણા, પાલનપુર, આબૂરોડ, મારવાડ જંકશન, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર.
ઉત્તર પ્રદેશ: અછનેરા, ઈદગાહ આગરા, ટૂંડલા, કાનપુર સેન્ટ્રલ, સૂબેદારગંજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ઔંડિહાર, બલિયા, સુરેમનપુર.
બિહાર: છપરા, સોનપુર અને હાજીપુર.
ટિકિટ અને ભાડા અંગેની વિગત
આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (સામાન્ય કોચ ધરાવતી) હશે અને વિશેષ ભાડા (Special Fare) ધોરણે સંચાલિત કરવામાં આવશે.
નોંધ: ટ્રેનોના સ્ટોપેજ, વિગતવાર સમય અને અન્ય માહિતી મેળવવા માટે મુસાફરો રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
