દિવાળી માટે AMC એલર્ટ: અમદાવાદમાં ફાયર બ્રિગેડ અને હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવા આદેશ

દિવાળીમાં રાત્રિના સમયે જ કચરાની સફાઈ કરીને રસ્તાઓ સ્વચ્છ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 09:30 PM (IST)Updated: Thu, 05 Nov 2026 09:30 PM (IST)
diwali-2026-amc-safety-ahmedabad-fire-brigade-hospital-staff-on-standby-night-cleaning

AMC Diwali Preparation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી દિવાળી તહેવારની વ્યવસ્થા અને સુરક્ષા અંગે ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે માહિતી આપતા કહ્યું કે, દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે ફાયર બ્રિગેડ તથા હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, દિવાળીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં સ્વચ્છતા અને અગ્નિ સુરક્ષા માટે પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. તહેવારોમાં રસ્તાઓ પર લોકો ફટાકડા ફોડતા હોવાથી ફટાકડાનો કચરો એકત્ર થાય છે, જેને દૂર કરવા માટે રાત્રિના સમયે જ કચરાની સફાઈ કરીને રસ્તાઓ સ્વચ્છ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ ઉપરાંત, આગની સંભવિત ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ વિભાગને પૂર્ણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓને સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયા છે. તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ કે તબીબી કટોકટી વખતે નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ હોસ્પિટલના સ્ટાફને પણ સ્ટેન્ડબાય પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.