અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા આર.અશોક આંગણવાડી પેઢીમાંથી થોડા દિવસો પહેલા 50 લાખની લૂટ કરવામાં આવી હતી. આ લૂટની તપાસ અમદાવાદ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને સોપી હતી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આજે લૂંટ કરનાર 2 આરોપીઓની ઘડપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 35 લાખ રોકડ રકમ જપ્ત કરી હતી.
લૂંટના આરોપીઓને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવરંગપુરા બોડી લાઇન ચાર રસ્તા, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ શરૃ કરી હતી. લૂંટમાં સંડોવાયેલા શંકાસ્પદ વાહનો આધારે 25 દિવસ સુધી સતત અમદાવાદ શહેર, મહેમદાબાદ, બારેજડી, દહેગામ રોડ, હિંમતનગર રોડ, કરાઇ સહિત 150 કિંમી સુધીના રૃટના આશરે 475 થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા.
સીસીટીવી ફૂટેજ આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારોની ઓળખ કરી હતી. આ ગુનો આચરનાર વિશાલ સિંધીની ગેગની ઓળખ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ ખાનગી બાતમીદારો મદદથી તપાસ કરીને પૃષ્ઠી કરી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચ વિશાલ સિંધી ગેગને દહેગામ રોડ હંસપુરા બસસ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે અશોક ગનામલભાઇ તનવાણી અને પ્રવિણ રાયલાલ પાનવેકરને ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 1,05,000 રોડક, બે મોબાઇલ, અફઝેડ બાઇક મળીને કુલ 2,21,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાર બાદ તપાસ દરમિયાન 33,95,000 રોકડ જપ્ત કરી હતી. આમ કુલ 35,00,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ જપ્ત કરી ગુનો ઉકેલ્યો હતો.
લૂટના ગુનો આચરતા પહેલા 28 એપ્રિલ 2023ના રોજ બન્ને આરોપી તથા રાજકોટ રહેતો પવન સીધી મળી સીજી રોડ ખાતે આવેલા ઇસ્કોન આર્કેડ ખાતે આંગણીયા પેઢીની રેકી કરી હતી. એક વ્યક્તિ એક્ટિવાના આગળન ભાગે રોકડ રૃપિયાનો થેલો રાખી નીકળતા તેનો પીછો કરી બોડીલાઇન ચાર સ્તા પાસે એક્ટિવા ઘીમુ કરતાં તેની પાસેથી થેલો ચીલ ઝડપ કરી નાસી ગયા હતા, સીસીટીવી ફૂટેજમાં આઇડેન્ટિફાઇ ન થાય તે માટે પોલીસને ગેરમાર્ગે દોરવા રસ્તામાં કપડાં બદલી નાખ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરના જુદા જુદા રસ્તેથી આરોપીઓ ઘરે પહોચ્યા હતા.