Chhattisgarh Tourism Roadshow: છત્તીસગઢ ટૂરિઝમ દ્વારા FICCIના સહયોગથી 30 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદમાં 'છત્તીસગઢ ટૂરિઝમ રોડશો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડશોનો હેતુ રાજ્યના સમૃદ્ધ ઐતિહાસિક વારસા, કલા અને સંસ્કૃતિ, ઇકો-ટૂરિઝમ, વન્યજીવન, સુંદર ધોધ અને વિવિધ પ્રવાસન અનુભવોને લોકો સમક્ષ રજૂ કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા છત્તીસગઢની પ્રવાસન ક્ષમતાને ઉજાગર કરવાની સાથે અમદાવાદના ટ્રાવેલ ટ્રેડ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
છત્તીસગઢમાં કુદરતી સૌંદર્ય, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું અનોખું સંયોજન જોવા મળે છે. ગાઢ જંગલો, ઊંચાઈ પરથી પડતા ભવ્ય ધોધ, પ્રાચીન મંદિરો, પુરાતત્ત્વીય સ્થળો, વન્યજીવન અભયારણ્યો, હસ્તકલા અને ગ્રામીણ હોમસ્ટે જેવા અનુભવો આ રાજ્યને સહેલાણીઓ માટે અતિ આકર્ષક બનાવે છે. બસ્તર અને ચિત્રકોટ જેવા જાણીતા સ્થળો ઉપરાંત ચૂનાના પથ્થરની ગૂઢ ગુફાઓ, ટ્રેકિંગ રૂટ્સ અને અપ્રસિદ્ધ કુદરતી ધામો પણ અહીં આવેલાં છે. આ સ્થળો પ્રકૃતિપ્રેમીઓ, સાહસિકો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જીવનશૈલીને નજીકથી માણવા માંગતા પ્રવાસીઓ માટે અનેક તકો પૂરી પાડે છે. રાજ્યની વિશિષ્ટ આદિવાસી પરંપરાઓ અને સમૃદ્ધ લોકસંસ્કૃતિ તેના પ્રવાસન આકર્ષણમાં અભિવૃદ્ધિ કરે છે.
છત્તીસગઢ ટૂરિઝમ બોર્ડેના અધ્યક્ષ નીલુ શર્મા જણાવ્યું હતું કે,છત્તીસગઢનાં કુદરતી દૃશ્યો, સમૃદ્ધ જૈવવિવિધતા અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રવાસીઓને અનોખા અનુભવો આપે છે. અમે પ્રવાસીઓ અને ટૂર ઓપરેટર્સને રાજ્યનાં વિવિધ સ્થળોની મુલાકાત લેવા અને છત્તીસગઢની પ્રવાસન ક્ષમતાને વધુ લોકો સુધી પહોંચાડવામાં સહયોગ આપવા આમંત્રિત કરીએ છીએ.
છત્તીસગઢ સરકારના પ્રવાસન વિભાગના સચિવ ડો.એસ.ભારતી દાસન(IAS) જણાવ્યું હતું કે, ગાઢ પાનખર જંગલો અને ભવ્ય ધોધથી લઈને પ્રાચીન મંદિરો, ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત હસ્તકલા સુધી, છત્તીસગઢમાં વિવિધ પ્રકારના પ્રવાસન અનુભવો ઉપલબ્ધ છે. અમે ટ્રાવેલ ટ્રેડ સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને વધુ પ્રવાસીઓને રાજ્યની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવા ઉત્સુક છીએ.
છત્તીસગઢ ટૂરિઝમ બોર્ડના મેનેજીંગ ડિરેક્ટર સૌમિલ રંજબ ચૌબેએ જણાવ્યું હતું કે, “આ રોડશો પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે જોડાવા, રાજ્યનાં વિવિધ પ્રવાસન સ્થળો અને અનુભવો રજૂ કરવા તથા નવી ભાગીદારી વિકસાવવાની તક પૂરી પાડે છે. ઉદ્યોગ સાથેના વધુ સારા સહયોગથી છત્તીસગઢનાં નવા અને ઓછા જાણીતા પ્રવાસન સ્થળોને વધુ સ્થાનિક પ્રવાસીઓ સુધી પહોંચાડી શકાશે.
FICCI છત્તીસગઢ ટૂરિઝમ કમિટી અને પ્રમુખ, છત્તીસગઢ ટ્રાવેલ ટ્રેડ એસોસિયેશના અધ્યક્ષ જયપ્રીત સિંહ ભાટિયા જણાવ્યું હતું કે,આ રોડશો ટ્રાવેલ એજન્ટ્સ અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ હિતધારકોને છત્તીસગઢના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવાની તક પૂરી પાડે છે. ઉદ્યોગ સાથેના મજબૂત સંબંધો રાજ્યના પ્રવાસન સ્થળો વિશે જાગૃતિ વધારવામાં અને તેને સ્થાનિક પ્રવાસના આયોજનમાં સામેલ કરવામાં મદદરૂપ થશે.
