Dhirendra Shastri Ahmedabad Visit: બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી 10 દિવસનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયો છે. જે અંતર્ગત હાલમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)નું અમદાવાદ એરપોર્ટ પર આગમન થતાં, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં સાધુ-સંતો બાબાને આવકારવા માટે પહોંચ્યા હતા.
અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ફૂલહાર પહેરાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યાં બાબાએ પણ ભક્તોનું અભિવાદન જીલ્યું હતુ. આજે સૌ પ્રથમ ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ શહેર (Ahmedabad City)ના વટવામાં આયોજિત દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા જવાના છે.
જણાવી દઈએ કે, આજથી 3 જૂન એમ 10 દિવસ સુધી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના વિવિધ શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપરાંત ભક્તો ઉમટી પડશે.
પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના મોટા બિલ્ડર લવજી બાદશાહના ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે. જ્યારે આગામી 26 અને 27મી તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી લીંબાયત વિસ્તામાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર યોઝશે. આ પહેલા તેઓ સુરતમાં એક કિમી લાંબો રોડ શૉ પણ કરવામાં છે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.