Navya Nanda IIM Ahmedabad: સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી નાવ્યા નવેલી નંદા અમદાવાદ IIMમાં સ્ટડી કરી રહી છે. ત્યારે તેને સ્ટડી દરમિયાન તેના ફ્રેન્ડ્સ સાથે અને કેમ્પસના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તેના ફેન્સ લાઈક અને તેમા કોમેન્ટ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાની દીકરી નવ્યા નંદા અત્યારે અમદાવાદના IIMમાં બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામની સ્ટડી કરી રહી છે. જે આમાગી વર્ષ 2026 સુધી સ્ટડી કરશે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ્સ સાથેના અને કેમ્પસના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, એક કેમ્પસ જે ઘરમાં બદલી ગયું, આ પોસ્ટ સાથે નવ્યાએ હાર્ટવાળી ઈમોજી પણ બનાવી છે. આ પોસ્ટમાં તેની માતા શ્વેતા નંદાએ પણ કોમેન્ટ કરી છે.
