AMCની હાઈટેક પહેલ: અમદાવાદમાં તમારા વોર્ડમાં વરસાદ પડશે કે નહીં? મનપા C-DACના અદ્યતન મોડલથી વોર્ડ લેવલની કરશે આગાહી

ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા, હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થાય છે, જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવા માટે મદદરૂપ બને છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Jun 2026 06:05 AM (IST)Updated: Wed, 17 Jun 2026 06:05 AM (IST)
amc-initiative-ward-level-rainfall-forecast-ahmedabad-cdac-pune-data

AMC Ward Level Rain Forecast: ચોમાસાની સિઝનમાં શહેરમાં વરસાદી પરિસ્થિતિઓનો સમયસર અંદાજ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. વેબ આધારિત ઈન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના માધ્યમથી હવે શહેરમાં વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય બની છે.

આ સિસ્ટમ માટે C-DAC, પુણેના હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થાય છે, જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવા માટે મદદરૂપ બને છે.

naidunia_image

આ ફોરકાસ્ટિંગ સિસ્ટમ હેઠળ શહેર માટે ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ (WRF મોડલ - 1.5 કિમી રિઝોલ્યુશન) આધારે આગાહી તૈયાર કરવામાં આવે છે. શહેર તેમજ જિલ્લા સ્તરે વરસાદના વિતરણનું વિશ્લેષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થાય છે.

naidunia_image

ખાસ કરીને વોર્ડ લેવલ રેઇનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે. આ સિસ્ટમમાં પ્રયોગાત્મક મોડલિંગના આધારે અલગ અલગ સમયગાળા માટે વરસાદના પેટર્ન પણ દર્શાવવામાં આવે છે.

naidunia_image

આ ટેક્નોલોજી આધારિત ફોરકાસ્ટિંગ સિસ્ટમના કારણે મોન્સૂન દરમિયાન શહેરમાં પાણી ભરાવાની શક્યતાઓને અગાઉથી ઓળખીને જરૂરી તૈયારીઓ કરી શકાશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ આયોજનથી નાગરિકોને થતી મુશ્કેલીઓમાં ઘટાડો લાવવા આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે. આ અદ્યતન ફોરકાસ્ટિંગ મોડલના આધારે મોન્સૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે અને ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે શહેર વધુ તૈયાર રહેશે.