AMC Food Raid: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં અમદાવાદ શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારોમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફૂડ સેમ્પલિંગ અને તપાસની વિગત (તા. 01/10/2026 થી તા. 02/11/2026)
શહેરમાં ખાધ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહ પદ્ધતિ ચકાસવા માટે વિવિધ એકમોમાંથી કુલ 841 નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
- દૂધ અને દૂધની બનાવટો: 74 નમૂના
- અલગ-અલગ જાતની મીઠાઈ: 157 નમૂના
- ફાફડા, જલેબી: 80 નમૂના
- મુખવાસ: 8 નમૂના
- બેકરી પ્રોડક્ટ્સ: 18 નમૂના
- નમકીન: 95 નમૂના
- ખાદ્યતેલ: 18 નમૂના
- મસાલા: 30 નમૂના
- અન્ય પદાર્થો: 307 નમૂના
આ તમામ નમૂનાઓ પૈકી 27 ખાદ્ય નમૂનાઓ અપ્રમાણિત (Substandard/Unsafe) જાહેર કરવામાં આવ્યા છે, જેમના ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અપ્રમાણિત જાહેર થયેલા મુખ્ય નમૂનાઓ અને એકમોની યાદી
તપાસ દરમિયાન જે એકમોના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ સાબિત થયા છે તેમાં કેટલાક prominent નામો નીચે મુજબ છે-
ગુજરાત ડેરી (શાહપુર, દરિયાપુર): લૂઝ ઘી (સબસ્ટાન્ડર્ડ)
ઓમ ફૂડ સેન્ટર (સરખેજ): બટર (સબસ્ટાન્ડર્ડ)
જનતા ફાસ્ટ ફૂડ (મણિનગર): ટામેટો સોસ (સબસ્ટાન્ડર્ડ)
શ્રીજી દાબેલી એન્ડ વડાપાઉ (ઘાટલોડિયા): દાબેલી (સબસ્ટાન્ડર્ડ)
રાધે શ્યામ પકોડી સેન્ટર (ભાડજ): પાણીપુરીનું પાણી (સબસ્ટાન્ડર્ડ)
આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ (ગોતા): બટાકાની પેસ્ટ, ટોમેટો પેસ્ટ, સ્ટાર્ચ પાવડર (સબસ્ટાન્ડર્ડ) અને ફૂડ સ્કશ (અનસેફ)
વિજય ડેરી (વસ્ત્રાલ): લૂઝ ઘી (સબસ્ટાન્ડર્ડ)
શ્રી ગણેશ સેન્ડવીચ (જોધપુર): સોસ (સબસ્ટાન્ડર્ડ)
તુલસી માવા સેન્ટર (અસારવા): માવો (સબસ્ટાન્ડર્ડ)
ભારત ફૂડ (વટવા): ટોમેટો કેચપ,રેડ અને ગ્રીન ચિલી સોસ (સબસ્ટાન્ડર્ડ)
એકમો સામે કરવામાં આવેલી ડ્રાઇવની મુખ્ય કામગીરી
એક મહિનાથી વધુ ચાલેલા આ સઘન ચેકિંગ દરમિયાન AMC ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાઈ છે-
તપાસ કરેલ કુલ ખાધ્ય એકમો: 2,226
ઇશ્યુ કરવામાં આવેલ નોટિસ: 990
અંદાજિત બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ: 1,345 કિલોગ્રામ / લીટર
વસૂલ કરવામાં આવેલ વહીવટી ચાર્જ (દંડ): રૂ. 11,28,500/-
T.P.C. ટેસ્ટની સંખ્યા: 514
નિયમોના ભંગ બદલ સીલ/ક્લોઝ કરવામાં આવેલ યુનિટો
માન્ય FSSAI લાયસન્સ/રજિસ્ટ્રેશન ન હોવાને કારણે, અસ્વચ્છ પરિસ્થિતિ (Unhygienic Condition) જાળવવાના કારણે તથા શિડ્યુલ-4ના નિયમોનું પાલન ન કરનાર 19 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે.
- અસરફી મટન એન્ડ ચિકન (કૃષ્ણનગર, નરોડા)
- અરમાન બેકરી (રખિયાલ)
- શ્રી ઇન્ડસ્ટ્રીઝ (કઠવાડા)
- MJF Food (બહેરામપુરા - સોસ બનાવવામાં વિસંગતતા)
- એન- માંગીલાલ મસાલા પ્રાઈવેટ લિમિટેડ (નારોલ)
- A.N. Gruh Udhyog (દાણીલીમડા)
- આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ (ગોતા)
- વસ્ત્રાપુર ગાંઠીયા (વસ્ત્રાપુર - હાઇ T.P.C. 32 હોવાથી)
- જૈન સુપર નમકીન (નરોડા)
- મંજુબેન બંસલ ગૃહ ઉદ્યોગ (મોટેરા, સાબરમતી)
- પ્રકાશકુમાર કનૈયાલાલ
- અમરતલાલ કુબેરદાસ નમકીનવાલા
- શ્યામ સુંદર ફૂડ પ્રોડક્ટ્સ (ગાંધી રોડ / દુધેશ્વર - બળેલા તેલના નિકાલ માટે માન્ય કોન્ટ્રાક્ટ ન હોવા બદલ)
- સ્વસ્તિક ફૂડ્સ (શાહીબાગ - ડુપ્લીકેટ વરખ મળી આવતા)
- એચ.એમ. વરખવાલા (કાલુપુર)
- ગાયત્રી ચવાણા માર્ટ (જૂના માધુપુરા)
- સૌરાષ્ટ્ર ભજીયા, ગાંઠીયા (સરખેજ)
- મા ભજીયા પકોડા (નારણપુરા)
- ભારત ફૂડ (વટવા - અગાઉ સોસના સેમ્પલ ફેઇલ થયા હોવા છતાં અનહાઇજેનિક સ્થિતિ)
વર્ષ ૨2025અને 2026ની સરખામણી
AMC દ્વારા જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન થયેલી કામગીરીની તુલનાત્મક સરખામણી જોઈએ તો-
વર્ષ 2025 (જાન્યુઆરી થી ઓક્ટોબર): કુલ 4,071 સેમ્પલ લીધા હતા, જેમાંથી 131 અપ્રમાણિત જાહેર થયા હતા અને રૂ. 62,11,600 વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
વર્ષ 2026 (જાન્યુઆરી થી ઓક્ટોબર): કડક કાર્યવાહી વધારતા કુલ 7,339 સેમ્પલ લેવાયા, જેમાંથી 327 અપ્રમાણિત જાહેર થયા અને કુલ રૂ. 1,01,65,800/- જેટલો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
AMC ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં આ ચેકિંગ વધુ સઘન બનશે અને લાયસન્સ વગર કે નિયમો વિરુદ્ધ ધંધો કરતા એકમો સામે GPMC તથા FSSAI એક્ટ મુજબ સખત કાનૂની પગલાં લેવામાં આવશે.
