જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે! અંબાલાલ પટેલની આગાહી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા, ઉત્તર ગુજરાતમાં વાતાવરણ બદલાશે

અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ભાગમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાન પર જોવા મળશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 31 Dec 2025 11:53 AM (IST)Updated: Wed 31 Dec 2025 11:53 AM (IST)
ambalal-patel-predicts-heavy-cold-in-january-weather-changes-in-north-gujarat-665236

Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં મોટો પલટો જોવા મળશે, જેના પરિણામે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં ફેરફારના જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સાથે ક્યાંક હળવા વરસાદની તો ક્યાંક ગાઢ ધુમ્મસ રહી શકે છે. આ સાથે જ તેમણે જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ભાગમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાન પર જોવા મળશે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ બદલાશે, જ્યારે ગિરનાર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી શકે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ બદલાશે

અંબાલાલ પટેલના મતે આ સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં વર્તાશે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, સુઈગામ, રાધનપુર, થરાદ, વાવ અને ડીસા સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને સાણંદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ હવામાન બદલાયેલું રહેશે.

જાન્યુઆરીમાં આકરી ઠંડીની આગાહી

હાલના વાતાવરણીય ફેરફારો બાદ આગામી દિવસોમાં રાજ્યમાં ઠાર (ઝાકળ) પડવાની શરૂઆત થશે. અંબાલાલ પટેલના મતે, આગામી સમયમાં ઠાર પડવાની પણ શક્યતા રહેશે. એટલે જાન્યુઆરી માસમાં હવે આકરી ઠંડી પડવાની શક્યતા રહે છે.