બિહાર જવું થયું આસાન! અમદાવાદથી ઝંઝારપુર માટે પશ્ચિમ રેલવેની ખાસ ભેટ, ફટાફટ ચેક કરો ટ્રેનનો સમય

દિવાળી અને છઠ પૂજા પર મુસાફરોની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઝંઝારપુર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અહીં જુઓ સમય અને સ્ટોપેજની વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 05 Nov 2026 10:03 PM (IST)Updated: Thu, 05 Nov 2026 10:03 PM (IST)
ahmedabadjanjharpur-special-train-for-diwalichhath-puja

Western Railway: દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં વતન જતાં પ્રવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા ગુજરાતના અમદાવાદથી બિહારના ઝંઝારપુર વચ્ચે વિશેષ ભાડા સાથે અનરિઝર્વ્ડ (બિનઅનામત) સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

ટ્રેન નંબર અને સમયપત્રક 

આ સ્પેશિયલ ટ્રેન કુલ 4 ફેરા દોડશે, જેની વિગતો નીચે મુજબ છે-

ટ્રેન નંબર 09437 (અમદાવાદ - ઝંઝારપુર સ્પેશિયલ)

આ ટ્રેન 06 અને 13 નવેમ્બર, 2026 (શુક્રવાર)ના રોજ રાત્રે 23:55 કલાકે અમદાવાદથી ઉપડશે અને રવિવારે બપોરે 15:00 કલાકે ઝંઝારપુર પહોંચશે.

ટ્રેન નંબર 09438 (ઝંઝારપુર - અમદાવાદ સ્પેશિયલ)

આ ટ્રેન 08 અને 15 નવેમ્બર, 2026 (રવિવાર)ના રોજ સાંજે 17:00 કલાકે ઝંઝારપુરથી રવાના થશે અને મંગળવારે સવારે 09:30 કલાકે અમદાવાદ પરત ફરશે.

કયા-કયા સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ?

માર્ગમાં મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન બંને દિશામાં દેશના મહત્વના રેલવે સ્ટેશનો પર રોકાણ કરશે.

મુખ્ય સ્ટોપેજ: આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો.

ખાસ નોંધ

આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (બિનઅનામત) રહેશે, જેથી મુસાફરો સરળતાથી મુસાફરીનો લાભ લઈ શકશે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અથવા અન્ય કોઈ પણ અપડેટ વિશે વધુ માહિતી મેળવવા માટે મુસાફરો સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.