ખાનગી શાળાઓની ફીમાં હવે પારદર્શિતા: રાજ્યની 5,780 સ્કૂલોની ફી FRCની વેબસાઇટ પર જાહેર, વાલીઓ ઘરે બેઠા જ જોઈ શકશે વિગતો

અગાઉ ઘણી શાળાઓ નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાની સૂચનાનું ઉલ્લંઘન કરતી હતી, જેના કારણે વાલીઓ મંજૂર થયેલી ફીથી અજાણ રહેતા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 11:37 AM (IST)Updated: Mon 29 Dec 2025 11:37 AM (IST)
ahmedabad-zone-school-fees-2026-announced-online-frc-takes-big-decision-663983

Ahmedabad School Fees: ગુજરાતની ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ નક્કી કરેલી ફી છુપાવીને વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની વધતી જતી ફરિયાદો વચ્ચે કમિટીએ એક ક્રાંતિકારી અને પારદર્શક નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ 5,780 ખાનગી શાળાઓની નિયત કરાયેલી ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર સાર્વજનિક કરી દેવામાં આવી છે.

ઓનલાઈન વિગતોથી ગેરરીતિ પર આવશે અંકુશ

અગાઉ ઘણી શાળાઓ નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાની સૂચનાનું ઉલ્લંઘન કરતી હતી, જેના કારણે વાલીઓ મંજૂર થયેલી ફીથી અજાણ રહેતા હતા. હવે FRCની વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ હોવાથી કોઈપણ સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં. અમદાવાદ ઝોનની વાત કરીએ તો, શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 શાળાઓનું ફી માળખું ઓનલાઈન અપલોડ કરી દેવાયું છે. વાલીઓ હવે ધોરણ, માધ્યમ અને બોર્ડ મુજબ મંજૂર થયેલી ફીની વિગતો સરળતાથી જાણી શકશે.

વધારાની વસૂલાત હવે ગેરકાયદે

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ નિયમો વધુ કડક બન્યા છે. નવા ઓર્ડર મુજબ:

  • FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે.
  • એડમિશન ફી કે ટર્મ ફીના નામે અલગથી વસૂલાત કરવા માટે કોઈ છૂટ આપવામાં આવી નથી.
  • જો કોઈ શાળા નિયત ફી કરતા વધુ રકમ માંગશે, તો વાલીઓ શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકશે.

કેવી રીતે જોવી તમારા બાળકની સ્કૂલની ફી?

વાલીઓ અને વિદ્યાર્થીઓ નીચે મુજબના સ્ટેપ્સ દ્વારા મંજૂર થયેલી ફીનો ઓર્ડર જોઈ શકે છે:

  • 1) FRCની સત્તાવાર વેબસાઇટ 'fregujarat.org' પર જાઓ.
  • 2) વેબસાઇટ પર જિલ્લો/મ્યુનિસિપલ કોર્પોરેશન, બોર્ડ અને માધ્યમ પસંદ કરો.
  • 3) તમારી સ્કૂલનું નામ સર્ચ કરવાથી FRCએ નક્કી કરેલી ફીનો સત્તાવાર ઓર્ડર ખુલશે.
  • 4) આ ઓર્ડરમાં વર્ષ વાઇઝ અને ધોરણ વાઇઝ ફીનું સંપૂર્ણ માળખું જોવા મળશે.

આ નિર્ણયથી વર્ષોથી એડમિશન ફી અને ટર્મ ફીના નામે થતી વાલીઓની લૂંટ અટકશે અને શિક્ષણ ક્ષેત્રે વધુ પારદર્શિતા આવશે તેવી આશા સેવાઈ રહી છે.

જિલ્લોવર્ષ ૨૦૨૪વર્ષ ૨૦૨૫જિલ્લોવર્ષ ૨૦૨૪વર્ષ ૨૦૨૫
અમદાવાદ૨૪૮૩૬૨૬૮૨૩જામનગર૩૧૨૧૩૩૦૨
સુરત૬૮૩૨૭૯૧૮ગાંધીનગર૨૩૨૭૨૭૧૧
રાજકોટ૫૫૨૫૫૯૫૮અમરેલી૨૨૬૯૨૫૯૬
વડોદરા૪૩૨૯૫૦૫૧કચ્છ૧૯૦૪૨૨૬૮
ભાવનગર૪૨૯૪૪૯૬૪નવસારી૧૭૨૯૨૦૭૭
જૂનાગઢ૩૧૧૯૩૪૮૫આણંદ૧૭૯૮૨૦૪૧
વલસાડ૧૫૪૭૧૯૬૨