Ahmedabad Weather Forecast, 17 June: અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે, વાદળછાયા વાતવરણ વચ્ચે બફારો અનુભવાશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. વરસાદની શક્યતા નથી. મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Jun 2026 07:00 AM (IST)Updated: Wed, 17 Jun 2026 07:00 AM (IST)
ahmedabad-weather-forecast-today-17-june-2026-imd-alert-temperature-likely-to-stay-around-40-c

Ahmedabad Weather Forecast, 17 June: અમદાવાદમાં આજે પણ ગરમીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગ અનુસાર, આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેના કારણે આકરી ગરમી અને અસહ્ય બફારો અનુભવાઈ શકે છે. વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી સાત દિવસ દરમિયાન શહેરમાં વરસાદની શક્યતા નહીંવત છે.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. વરસાદની શક્યતા નથી. મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગઇકાલે 16 જૂન 2026ના રોજ 40.6 મહત્તમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 2.4 ડિગ્રી વધારે હતું જ્યારે 29 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું જે સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ હતું.

18 જૂનથી પશ્ચિમી વિક્ષેપની શક્યતા

નૈઋત્યનું ચોમાસું હાલ સોલાપુર, હૈદરાબાદ અને રાંચી થઈને પસાર થઈ રહ્યું છે, જે આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો ધરાવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબથી બિહાર સુધી ફેલાયેલી સીઝનલ ટ્રફ લાઇન હાલ સ્થિર છે અને નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન, 18 જૂન, 2026 થી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગઇકાલે કયા શહેરમાં કેટલું રહ્યું તાપમાન

શહેર મહત્તમ લઘુત્તમ
વલ્લભ વિદ્યાનગર 40.7 28.4
અમદાવાદ 40.6 29
ભાવનગર 40.2 28.1
વડોદરા 39.2 29.4
સુરેન્દ્રનગર 39.2 28.7
ગાંધીનગર 39 28.5
અમરેલી 38.5 27.2
રાજકોટ 38.5 26.8
કંડલા પોર્ટ 38 29
ડીસા 37.6 28
ભુજ 36.5 28.8
કેશોદ 36.4 28.6
મહુવા 35.6 27.3
પોરબંદર 35.2 29.4
સુરત 35 28.8
ઓખા 34.7 28.4
નલિયા 34.6 28.6
વેરાવળ 34 29.3
દ્વારકા 32.8 28.8