Ahmedabad Accident: વિરમગામ-ધાંગધ્રા હાઈવે પર ઘણીવાર અકસ્માતો થતા જ હોય છે. ત્યારે હાઈવે પર બે ટ્રકો વચ્ચે થયેલી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડ્રાઈવરનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે આસપસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર
મળતી વિગત મુજબ, વણી ઓવરબ્રિજ નજીકથી એક ભારે ટ્રક પસાર થઈ રહી હતી. તેવામાં પાછળથી પૂરપાટ આવી રહેલ એક અન્ય ટ્રકના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દિધો હતો. આ ટ્રકે આગળના ટ્રકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આથી આગળની ટ્રકને મોટું નુકસાન થયું. આ ઘટનામાં પાછળ આવતી ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પોલીસ કાફલો ઘટના સ્થળે
ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ વિરમગામ રુરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ટ્રક ચાલકનું દુર્ઘટનામાં મોત
ટ્રક ચાલકનો મૃતદેહ કેબિનમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેને પોલીસે કટર વડે પતરા કાપીને બહાર નીકાળ્યો હતો. પોલીસે તાત્કાલિક મૃતકના પોસ્ટમોર્ટમ હેતુથી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી આપ્યો હતો.
