Ahmedabad News: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં SMCએ દરોડો પાડીને જુગારધામ પકડી લીધા બાદ વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના એસ.જી હાઈવે અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વેલનેસ સેન્ટરો અને સ્પા સેન્ટરો પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ દરોડા પાડ઼્યા હતા. આ સ્પા સેન્ટર્સની અંદર ગેરકાયદેસર દેહ વ્યાપારની બાતમી મળતા એસએમસીની ટીમોએ કાર્યવાહી હાથ ધરી હતી.
SMCની ટીમોએ દરોડો પાડ્યો
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ 5 ટીમો પશ્ચિમ વિસ્તારના એસ. જી હાઈવે અને સેટેલાઇટ વિસ્તારના સ્પા અને વેલનેસ સેન્ટર પર ત્રાટકી હતી, જ્યાં દેહ વ્યાપારની આશંકામાં કાર્યવાહી હાથ ધરાતા ખળભળાટ મચી ગયો હતો. SMCની ટીમોએ આ સ્પા સેન્ટરમાં અન્ય રાજ્યોની યુવતીઓ અને ગ્રાહકોને ઝડપી લીધા હતા. તે બાદ ઝડપાયેલા ગ્રાહક અને યુવતીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેના આધારે મુખ્ય સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવામાં આવશે.
ચાર સ્પા સેન્ટર પર SMCના દરોડા
- બોડકદેવ: બ્લોક્સમ સ્પા સેન્ટર
- બોડકદેવ: ગેલેક્સી સ્પા સેન્ટર
- સેટેલાઇટ: A9 સ્પા સેન્ટર
- વસ્ત્રાપુર: ઓરેંજ સ્પા સેન્ટર
નોંધનીય બાબત એ છે કે, તાજેતરમાં અમદાવાદ શહેરમાં એક સ્પા સેન્ટરમાં યુવતીઓના કામને લઇને બોલાચાલીમાં મેનેજરને ચોથા માળેથી ફેંકી દેવામાં આવ્યો હતો. જેમાં તે મેનેજરનું મોત નિપજ્યું હતું.
