Ahmedabad News: અમદાવાદના એસ.જી .હાઈવે પર આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે એક મોટી ભેટનું લોકાર્પણ કર્યું છે. ઊંઝા કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્મિત અત્યાધુનિક જે. એસ પટેલ કુમાર છાત્રાલય અને તપસ્વીકુમાર પટેલ કન્યા છાત્રાલયનું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉત્તમ વાતાવરણ મળશે
આ માત્ર હોસ્ટેલ નથી, પરંતુ ફાઈવ સ્ટાર સુવિધાઓ ધરાવતું આતંરરાષ્ટ્રીય સ્તરનું કેમ્પસ છે. જ્યાં વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વૈશ્વિક સ્તરનું શૈક્ષણિક વાતાવરણ મળશે. આ હોસ્ટેલનું બાંધકામ 4,33, 914 ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં બોયસ હોસ્ટેલ 2.16 લાખ ચોરસ ફૂટ અને ગર્લ્સ હોસ્ટેલ 2.19 લાખ ચોરસ ફૂટ છે.
आज अहमदाबाद स्थित उमिया माता संस्थान के नवनिर्मित जे.एस. पटेल बालक छात्रावास और तपस्वीकुमार अरविन्दभाई पटेल बालिका छात्रावास का लोकार्पण किया।
— Amit Shah (@AmitShah) May 28, 2026
₹104 કરોડના ખર્ચે 4 લાખ 34 હજાર ચોરસ ફૂટમાં બનેલી આ 13 માળની હોસ્ટેલમાં 1,600 બાળકોને ઉત્તમ રહેણાક સુવિધા મળશે.
3 અત્યાધુનિક… pic.twitter.com/z6fgplfBcx
પાટીદાર સમાજનું દેશની પ્રગતિમાં યોગદાન
હોસ્ટેલના ઉદ્ધાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના જણાવ્યા મુજબ, દેશની આઝાદીનાં 75 વર્ષમાં પાટીદાર સમાજે ઘણીપ્રગતિ કરી છે તેવી દેશમાં કોઈએ નથી કરી. ખેતી, શિક્ષણ, ફાર્મા, સિરામિક અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમામં આ સમાજનો દબદબો રહેલો છે. વિદેશમાં ગમે ત્યાં જાઓ, મોટેલમાં પાટીદાર તો જોવા મળે જ. સમાજના આગેવાનોએ આ ગૌરવશાળી ઈતિહાસ નવી પૈઢીને બતાવવો જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, પાટીદાર સમાજે હંમેશા દેશે આપ્યું છે. દેશના વિકાસમાં આ સમાજનું મોટું યોગદાન રહેલું છે. ગામડામાં વસતા દીકરા-દીકરીઓની ચિંતા સમાજના વડીલો કરી રહ્યા છે અને આ બિલ્ડિંગ નવી પેઢીના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે.
- કુલ રૂમ: 400 અદ્યતન ફર્નિચરથી સજ્જ રૂમો (ગર્લ્સ: 208, બોયઝ: 192)
- કુલ ક્ષમતા: 1600 વિદ્યાર્થીઓ (932 ગર્લ્સ અને 768 બોયઝ)
કેમ્પસમાં વિદ્યાર્થીઓને મળશે 'ફાઈવ સ્ટાર' સુવિધાઓ
- લાઇબ્રેરી અને ફિટનેસ: આ કેમ્પસમાં 3 અત્યાધુનિક ડિજિટલ લાઈબ્રેરી (2 ગર્લ્સ,1 બોયસ) અને ફિઝીકલ ફિટનેસ માટે 2 મોડર્ન જીમ પણ બનાવાયા છે.
- ભોજનાલય: હોસ્ટેલ કેમ્પસમાં 1600 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતો વિશાળ ડાઇનિંગ હોલ અને 2 અત્યાધુનિક રસોડાની સુવિધા છે.
- સ્માર્ટ ફેસિલિટી: 8 હાઈસ્પીડ લિફ્ટ, સેન્ટ્રલ લોન્ડ્રી સિસ્ટમ, પ્રોફેશનલ હાઉસકીપીંગ, 24 કલાક મિનરલ વોટર અને ગરમ પાણીની સુવિધા.
- પાર્કિંગ અને ગેસ્ટ એરિયા: ભવ્ય ગેસ્ટ વેઈટિંગ એરિયા સહિત 200 કાર અને 100 સ્કુટર માટે પાર્કિંગની સુવિધા
હોસ્ટેલનું વાર્ષિક ફી માળખું
સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને અત્યંત વ્યાજબી દરે ફી નક્કી કરવામાં આવી છે. નોન એસી રુમના રુપિયા 65 હજાર જ્યારે એસી રુમના 85 હજાર રુપિયા ફી નક્કી કરાઈ છે.
