અમદાવાદનો વિશ્વવિક્રમ! 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવી બન્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાડજ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હાંસલ કરાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 08 Oct 2026 12:58 PM (IST)Updated: Thu, 08 Oct 2026 12:58 PM (IST)
ahmedabad-sets-guinness-world-record-with-361-lakh-tree-plantations-in-1-hour-at-bhadaj

Ahmedabad Guinness World Record Tree Plantation: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાડજ ખાતે સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હાંસલ કરાયો છે. સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર હિતેશભાઈ બારોટ સહિતના મહાનુભાવો પણ વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

અંદાજે 85,000 ચો.મી.ના ભાડજ પ્લાન્ટેશન પ્લોટમાં 66,600 ચો.મી. વિસ્તારમાં એક લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. ભાડજ પ્લાન્ટેશન પ્લોટમાં 38થી વધુ પ્રકારનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે અને ત્રિફળા વન ઊભું કરવામાં આવનાર છે. માત્ર એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. વિશ્વ વિક્રમનું સર્ટિફિકેટ મેયર દ્વારા સ્વીકારાયું છે. 

ભાડજ પ્લાન્ટેશન પ્લોટમાં વૃક્ષોનું વાવેતર

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ દિનેશ મકવાણા, ડે. મેયર અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, રાજકીય અગ્રણી પ્રેરકભાઈ શાહ, સ્થાનિક ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના AMCના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મનપા દ્વારા 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ પછી દર વર્ષે આ મિશન અંતર્ગત લક્ષ્યાંકમાં મિલિયન્સના પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પચાસ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો છે.