મંજૂરી વગર ખાનગી વાહનોનું બુકિંગ ચલાવતાં અમદાવાદ RTO લાલઘૂમ: Ola, Uber અને Rapido ને ફટકારી શોકોઝ નોટિસ

અમદાવાદ RTOએ મંજૂરી વગર ખાનગી વાહનોનું બુકિંગ કરવા બદલ Ola, Uber અને Rapidoને શોકોઝ નોટિસ ફટકારી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 09:26 AM (IST)Updated: Wed, 28 Oct 2026 09:26 AM (IST)
ahmedabad-rto-show-cause-notice-ola-uber-rapido-private-vehicle-booking

Ahmedabad RTO Notice: અમદાવાદ શહેરમાં ઓનલાઇન કેબ અને બાઇક ટેક્સી સર્વિસ આપતી જાણીતી કંપનીઓ ઉબેર, ઓલા અને રેપિડો સામે આરટીઓ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરટીઓના નિયમોને નેવે મૂકીને મંજૂરૂ ન હોય તેવા ખાનગી વાહનોના ગેરકાયદેસર બુકિંગ કરવા બદલ અમદાવાદ આરટીઓ દ્વારા ત્રણેય એગ્રીગેટર કંપનીઓને સસ્પેન્શન અંગેની શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ

અમદાવાદમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે કામગીરી સામે આખરે આરટીઓ વિભાગ હરકતમાં આવ્યું છે. આરટીઓના નિયમો પ્રમાણે ટેક્સી સેવાઓ માટે નિર્ધારિત મંજૂરી લેવી ફરજિયાત છે. પરંતુ આ કંપનીઓ પરવાનગી વગરના વાહનો તેમજ ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું બુકિંગ સ્વીકારી રહી હતી. 27 ઓક્ટોબરના રોજ આરટીઓ દ્વારા નોટિસ ફટકારીને નિયમોના ઉલ્લંઘન બદલ તમારુ લાયસન્સ કેમ સસ્પેન્ડ કરવું? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.

રિક્ષા-ટેક્સી યુનિયનોના આંદોલન બાદ તંત્ર જાગ્યું

ઓનલાઈન કેબ એગ્રીગેટરોની આ ગેરરીતિ સામે સ્થાનિક ઓટો રિક્ષા અને ટેક્સી ચાલક યુનિયનો દ્વારા વિરોધ નોંધાવી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. યુનિયનોની રજૂઆત અને પ્રતિકાર બાદ તંત્રની ઊંઘ ઉડી હતી.

RTO અધિકારીઓએ જણાવ્યું છે કે, નિયમોનું પાલન ન કરનારી કંપનીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. રેપિડો પાસે માત્ર ઓટો રિક્ષાની જ મંજૂરી હોવા છતાં ટુ-વ્હીલર ટેક્સી ચલાવવા સામે તેમજ અન્ય કંપનીઓ દ્વારા પણ મંજૂરી વિનાના વાહનો જોડવા બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે.