અમદાવાદમાં જામશે સુર અને તાલનો સંગમ: કાજલ મહેરિયાના સથવારે 'રાસ ગરબા'નું ભવ્ય આયોજન; ગોતા ગામમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠશે

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા 'લીમડી વાસ' ખાતે આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 22 Apr 2026 03:30 PM (IST)Updated: Wed, 22 Apr 2026 03:30 PM (IST)
ahmedabad-raas-garba-event-gujarati-singer-kajal-maheriya-gota-village

Kajal Maheriya Raas Garba Event Ahmedabad: અમદાવાદના ગોતા વિસ્તારમાં વસતા સંગીત પ્રેમીઓ અને ખેલૈયાઓ માટે એક શાનદાર સમાચાર સામે આવ્યા છે. જાણીતી લોક ગાયિકા અને લાખો દિલોની ધડકન કાજલ મહેરિયાના મધુર અવાજમાં ગોતા ખાતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 'ચિ. પ્રિન્સ' ની બાબરી નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં સંગીત અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય જોવા મળશે.

naidunia_image

ગોતા ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળશે

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા 'લીમડી વાસ' ખાતે આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કાજલ મહેરિયા પોતાના ફેમસ ગરબા અને લોકગીતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. આ કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે:

  • સ્થળ: લીમડી વાસ, ગોતા ગામ, અમદાવાદ.
  • તારીખ: 22 એપ્રિલ, 2026 (આજે).
  • સમય: રાત્રે 9:00

આ પ્રસંગે 'ચિ. પ્રિન્સ' ના માનમાં આખા ગોતા ગામમાં રોશની અને શણગાર કરવામાં આવ્યો છે, અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

યુટ્યુબ પર લાઈવ પ્રસારણ જોવા મળશે

જે લોકો રૂબરૂ કાર્યક્રમમાં હાજર રહી શકે તેમ નથી, તેમના માટે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 'devfilms7497' યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. આનાથી વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ કાજલ મહેરિયાના ગરબાનો લ્હાવો ઘરે બેઠા માણી શકશે.

ગરબા ક્વીનનો જાદુ

કાજલ મહેરિયા તેના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. આ કાર્યક્રમની જાણકારી તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કરી છે, જેણે ચાહકોમાં ભારે આતુરતા જગાવી છે. ગોતામાં યોજાનારા આ ગરબામાં પરંપરાગત ગુજરાતી સાહિત્ય અને આધુનિક ઓર્કેસ્ટ્રાનો સંગમ જોવા મળશે.

કાજલ મહેરિયા વિવાદ વિશે જાણો

કાજલ મહેરિયાએ પોતાની પસંદગીની વ્યક્તિ અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાના સમાચાર વહેતા થયા હતા, જેનો તેના પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થયા હતા, જેમાં ગાયિકા અને તેના પરિવાર વચ્ચેના મતભેદો સ્પષ્ટ દેખાતા હતા.