અમદાવાદ: પનીર ખરીદવું વેપારીને ₹8 લાખમાં પડ્યું! એક્ટિવાની ડેકીમાંથી લગ્નના પૈસા લઈ તસ્કરો છૂમંતર

અમદાવાદમાં એક વેપારીની એક્ટિવાની ડેકીમાંથી કેટલા ચોરોએ ગણતરીની મિનિટોમાં જ પુત્રના લગ્ન માટે રાખેલા 8 લાખ લઈને નાસી ગયા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 05 Jun 2026 09:54 AM (IST)Updated: Fri, 05 Jun 2026 09:54 AM (IST)
ahmedabad-news-shahibaug-activa-dicky-8-lakh-rupees-stolen

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચોરીની ઘણી ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. કેટલીક વખત ચોરો નજર ચૂકવીને વ્યક્તિને ખબર ન પડે તેમ ચોરી કરી જતા હોય છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક વેપારીની એક્ટિવાની ડેકીમાંથી કેટલા ચોરોએ ગણતરીની મિનિટોમાં જ પુત્રના લગ્ન માટે રાખેલા 8 લાખ લઈને છૂમંતર થઈ ગયા હતા. ઘટનાને પગલે વેપારીએ તાત્કાલિક શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

એક્ટિવાની ડેકીમાંથી 8 લાખ ચોરાયા

મળતી વિગતો મુજબ, અમદાવાદમાં એક વેપારીના પુત્રના લગ્ન હતા. જેના માટે વેપારીએ આંગડિયા પેઢીમાંથી પુત્રના લગ્ન માટે કુલ રુપિયા 8 લાખની સગવડ કરી હતી. આ પૈસા લઈને વેપારીએ એક્ટિવાની ડેકીમાં સુરક્ષિત મૂકી દિધા હતા. ત્યારબાદ વેપારી શાહીબાગમાં આવેલી એક પનીરની દુકાન પાસે પનીર ખરીદવા માટે ઉભા રહી ગયા. તે દરમિયાન વેપારી પનીર ખરીદી રહ્યા હતા. તેવામાં કેટલાક ચોરોની નજર એક્ટિવા પર હતી.

શાહીબાગ પોલીસમાં ફરિયાદ

વેપારીનું ધ્યાન એક્ટિવા પર નહોતું. આથી મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરો ડેકીમાથી રોકડા 8 લાખ ઉડાવી ગયા હતા. જ્યારે વેપારીએ એક્ટિવાની ડેકી ખોલીને અંદર જોયું ત્યારે 8 લાખ રુપિયા ગાયબ હતા. હાંફળા ફાંફળા વેપારીએ આસપાસ લોકોને પૂંછી જોયું પરંતુ કોઈ ભાળ મળી નહી. આથી હતાશ થયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. વેપારીએ આ ઘટના અંગે તાત્કાલિક શાહીબાગ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

ઘટનાની વિગતો જાણીને શાહીબાગ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે હાલ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરોનું પગેરું શોધવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે.