Ahmedabad: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 48 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી, 20 ડિસેમ્બર સુધીમાં કરી શકશો અરજી

આ પોસ્ટ માટે અરજી કરવા માટે 21 થી 35 વર્ષની વયના ઉમેદવારો જ અરજી કરી શકશે. જ્યારે વિશેષ શ્રેણીમાં વયમાં છૂટછાટ આપવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 28 Nov 2024 04:36 PM (IST)Updated: Thu, 28 Nov 2024 04:36 PM (IST)
ahmedabad-news-nagar-prathmik-shikshan-samiti-recruitment-on-48-posts
HIGHLIGHTS
  • જુનિયર ક્લાર્કની જગ્યા માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે

Ahmedabad: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હેડ ઑફિસ અને ઝોનલ ઑફિસ માટે અલગ-અલગ 48 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર રાખવામાં આવી છે.

કઈ પોસ્ટ માટે ભરતી થશે?
ગત 21 નવેમ્બરના રોજ પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગુજરાતના અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચાર અને સંદેશમાં આ ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ, નાયબ શાસનાધિકારી (1), આધ્યાપક નૂતન તાલીમ વિભાગ (1) અને સિગ્નલ સ્કૂલના સુપરવાઈઝર (2) જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર (10) અને જુનિયર ક્લાર્કની 34 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરશો?
આ તમામ 48 પોસ્ટ માટે ઑનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સત્તાવાર વેબસાઈટ amcschoolboard.org પર જઈને અરજી કરી શકશો. આ પોસ્ટ માટે અરજી કરવા માટે 21 થી 35 વર્ષની વયના ઉમેદવારો જ અરજી કરી શકશે. જ્યારે વિશેષ શ્રેણીમાં વયમાં છૂટછાટ આપવામાં આવી છે.

જુનિયર ક્લાર્કની જગ્યા માટે પ્રથમ પાંચ વર્ષ સુધી 26 હજારનો ફિક્સ પગાર રહેશે. જ્યારે જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અરજી ફરી તેમજ OBC, EWS, SC-ST ઉમેદવારોએ 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો સાઈટ પર જોઈ શકો છો.