Ahmedabad News: અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મનપાની કાર્યવાહી, 48 એકમોને નોટિસ, બોડકદેવમાં બે એકમો સીલ કરાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 31 Jul 2023 06:43 PM (IST)Updated: Mon, 31 Jul 2023 06:44 PM (IST)
ahmedabad-news-municipal-corporation-gave-notice-to-48-units-in-north-west-zone-and-two-units-sealed-in-bodakdev

Ahmedabad News: ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે અમદાવાદ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 48 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. તેમજ કુલ 45 હજારથી વધુનો દંડ વસુલ કરાયો હતો. આ ઉપરાંત બે એકમોને સીલ મારવામાં આવ્યા હતા.

ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહે૨ માર્ગો ૫૨ ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાન, તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં નાપેટી) ન રાખતા એકમોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સોલીડવેસ્ટ મેનેમજેમન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતાં એકમો / ઇસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી. એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં 48 એકમોને નોટિસ પાઠવી
જે અંતર્ગત આજે 31 જુલાઈનાના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ 63 જેટલાં એકમો તપાસ્યા હતા. જેમાં 48 નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે. 7.5 કિ.ગ્રા. પ્લસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો અને રૂ. 45,500નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ સો.વે.મે.ના નિયમોના ઉલ્લંઘન બદલ બોડકદેવમાં પ્રેમચંદનગર રોડ પર આવેલું અમુલ પાર્લર અને વિઝન એક્ષ્પ્રેસને સિલ મારવામાં આવ્યા છે.