અમદાવાદના દાણીલીમડામાંથી 1.23 kg MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો, ક્રાઈમ બ્રાંચે 2 હથિયાર અને 40 જીવતા કર્ટિજ સહિત 18 લાખ જપ્ત કર્યા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભૂતકાળમાં 8 ગુનામાં સંડોવાયેલો છે અને તે ઓછામાં ઓછા 2થી વધુ ગંભીર ગુનામાં મોસ્ટ વોન્ટેડ પણ છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 21 Nov 2024 12:01 PM (IST)Updated: Thu, 21 Nov 2024 12:01 PM (IST)
ahmedabad-news-man-arrested-with-1-23-kg-md-drugs-in-danilimda-crime-branch-seizes-rs-18-lakhs-2-guns-and-40-cartridges

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે રૂપિયા 1.3 કરોડની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું હોવાની માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરીને ઝિશાન દત્તા પવલે નામના એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ ઉપરાંત તેની પાસેથી હથિયાર અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. આ પછી તેના વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંતી MD ડ્રગ્સ અને હથિયાર સાથે એક શખ્સને ઝડપ્યો છે. 1.23 કિલો MD ડ્રગ્સની કિંમત 1.3 કરોડ રૂપિય છે. એટલું જ નહીં ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી ઝિશાન દત્તા પવલે પાસેથી 2 હથિયાર, 40 જીવતા રાઉન્ડ/કાર્ટિજ અને 18 લાખ રૂપિયા કબજે કર્યા છે. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભૂતકાળમાં 8 ગુનામાં સંડોવાયેલો છે અને તે ઓછામાં ઓછા 2થી વધુ ગંભીર ગુનામાં મોસ્ટ વોન્ટેડ પણ છે.