Ahmedabad: ગુજરાત યુનિ.ના 5000થી વધુ પ્રોફેસરો અપાશે 'AI'નું શિક્ષણ, નવા શૈક્ષણિક સત્રથી ટ્રેનિંગ શરુ કરાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી જ સંલગ્ન કોલેજોની તમામ વિદ્યાશાખાના 5 હજારથી વધુ અધ્યાપકો માટે AI ટૂલ્સ ટ્રેનિંગનું આયોજન કરાયુ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 29 Apr 2026 09:55 AM (IST)Updated: Wed, 29 Apr 2026 09:55 AM (IST)
ahmedabad-news-gujarat-uni-ai-training-5000-professors-guru-setu-project-june-session

Ahmedabad News: 21મી સદીના આધુનિક યુગમાં શિક્ષણથી માંડીને દરેક ક્ષેત્રમાં AIએ પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે તેને શિખવું પણ એટલું જ અગત્યનું છે. જેથી આધુનિક સમયમાં AIનો ઉપયોગ કરી શકાય, માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી જ સંલગ્ન કોલેજોની તમામ વિદ્યાશાખાના 5 હજારથી વધુ અધ્યાપકો માટે AI ટૂલ્સ ટ્રેનિંગનું આયોજન કરાયુ છે.

350 કોલેજોના પ્રોફેસર્સને અપાશે તાલીમ

કેન્દ્રીય શિક્ષણ વિભાગના માલવિયા મિશનના ભાગ રુપે ગુરુ સેતુ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોફેસર્સને AI ટૂલ્સ અને પર્સનલાઈઝડ લર્નિંગ મેથડને લગતી તાલીમ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના 5 હજારથી વધુ પ્રોફેસરોને સ્માર્ટ ક્લાસ રુમ ટ્રેનિંગ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 350થી વધારે કોલેજોના 5 હજારથી વધુ પ્રોફેસરો માટે AI ટ્રેનિંગ લાગૂ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીકલ ડિમાન્ડને ધ્યાને લેતા આ તાલીમ નવા શૈક્ષણિક સત્રથી શરુ કરવામાં આવશે.

નવા શૈક્ષણિક સત્રથી લાગૂ કરાશે

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાના જણાવ્યાનુસાર, આજના સમયમાં તકનીકી માંગને ધ્યાને રાખતા ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરો માટે AI ટ્રેનિંગને લાગૂ કરવામાં આવી છે. હાલ યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલુ છે. જે પછીથી ઉનાળાના વેકેશન બાદ જૂન મહિનાથી AI ટૂલ્સ અને તેને લગતી શિક્ષણ પદ્ધતિની તાલીમનું આયોજન કરાયું છે. જે અંગે સત્તાવાર પરીપત્ર દ્વારા જાણ કરવામાં આવશે.

અધ્યાપકો AI ટ્રેનિંગથી લઈને અત્યાધુનિક પદ્ધતિથી ભણાવશે

  • ઓનલાઇન રમત થકી શિક્ષણ
  • વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ એનિમેશન
  • ડેટા એનાલિટિક્સ
  • ફ્લિપ્ડ ક્લાસરૂમ મોડલ
  • પર્સનલાઇઝ લર્નિંગ પાથ