ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા અંગે યુવકની ઘાતકી હત્યા, હત્યા બાદ શહેરમાં 'ભારેલા અગ્નિ જેવી સ્થિતિ',પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું, 2ની ધરપકડ

અમદાવાદના ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. રોષે ભરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. બે મુખ્ય આરોપીઓને ઝડપ્યા

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 19 Apr 2026 11:48 AM (IST)Updated: Sun, 19 Apr 2026 11:48 AM (IST)
ahmedabad-news-dhandhuka-youth-murder-bike-overtaking-dispute-violence-arrests

Ahmedabad News: અમદાવાદના ધંધુકા શહેરમાં બાઈકને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં એક યુવાનની ઘાતકી હત્યાને પગલે ધંધુકા પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હત્યાના બનાવની જાણ થતા જ સ્થાનિકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી ગયા હતા.

naidunia_image

ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનોમાં આગ ચાંપીને તોડફોડ પણ કરી હતી. જ્યારે હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર ગોઠવી દેવાય છે. તેમજ પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈને મૃતકનું પીએમ કરવાની કામગીરી શરુ કરી છે. તેમજ આગેવાનો સાથે પોલીસે મિટિંગ કર્યા બાદ કોમ્બિંગ શરૂ કર્યું છે.

બાઈક ઓવરટેક બાબતે હત્યા

naidunia_image

ધંધુકામાં બે લોકો વચ્ચે બાઇક ઓવરટેક કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે માથાકૂટ હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઝપાઝપીમાં એક વ્યક્તિને હાડકામાં ફ્રેક્ચર થયુ હતું. જ્યારે સામેવાળાએ તીક્ષ્ણ હથિયાર વડે પગના ડાબા ભાગે હિંસક ઘા ઝીંક્યા હતા. વધારે લોહી વહી જવાથી ઘાયલ યુવાનનું મોત થયું હતું.

naidunia_image

ધારાસભ્ય હોસ્પિટલે પહોંચ્યા

ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય કાળુભાઈ ડાભી આરએમએસ હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યાં એક યુવાનનું મોત થયા બાદ તેમણે શાંતિની અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, સમાજના આગેવાન સાથે બેઠક યોજી હતી. જિલ્લાના એસપી પણ પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. જોકે, બેઠક બાદ ધંધુકામાં શાંતિ છે.

લોકોમાં રોષ અને શહેરમાં તોડફોડ

મળતી માહિતી મુજબ, બાઇક ઓવરટેક કરવા મામલે માથાકૂટ સર્જાતા યુવકની હત્યા થઈ હતી. યુવકની હત્યાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે ઉશ્કેરાયેલા લોકોએ બજારમાં અમુક દુકાનોમાં આગ લગાવી હતી. આ હિંસાને પગલે સમગ્ર શહેરમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસે કડક કાર્યવાહી કરી

ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ તાત્કાલિક ધંધુકા પહોંચ્યા હતા. જેમણે સ્થિતિને કાબૂમાં કરવા માટે પોલીસની વધારાની ટુકડી ઉતારી દીધી છે. તેમજ એલસીબી, એસઓજી સહિતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિતનો સ્ટાફ ખડકી દેવાયો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે. દુકાનોમાં આગ લગાવી અને તોડફોડ કરનારાઓને ઝડપી લેવાયા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. તેમજ હાલ મૃત યુવકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે.