Amul Milk Price: અમૂલ દૂધના ભાવમાં લીટર દીઠ રૂ.2 નો વધારો ઝીંકાયો, આજે મોડી રાતથી નવા ભાવ અમલી થશે

500 ML દૂધની થેલીમાં 1 રૂપિયો અને 1 લીટરની થેલીમાં 2 રૂપિયા વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. હવે ચાની ચુસકી મોંઘી પડશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 May 2026 07:19 PM (IST)Updated: Wed, 13 May 2026 09:10 PM (IST)
ahmedabad-news-amul-milk-price-increased-by-rs-2-per-liter-new-prices-effective-from-tomorrow
HIGHLIGHTS
  • છેલ્લા બે વર્ષથી અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરે છે

Amul Milk Price Hike: ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જે અંતર્ગત લિટર દીધ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે રાતે 12 વાગ્યા બાદ નવા ભાવ અમલી થઈ જશે.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ભાવ વધારા અંગે જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અમૂલ શક્તિની 500 ML દૂધની થેલીનો ભાવ જે 31 રૂપિયા હતો, તે વધીને 32 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ ગોલ્ડની 1 લીટરની થેલી જે 68 રૂપિયા મળતી હતી, તે આવતીકાલથી 70 રૂપિયામાં મળશે.

અમૂલ દૂધના જુદી-જુદી બ્રાન્ડના નવા ભાવ

દૂધનો પ્રકાર પેકિંગ જૂનો ભાવ નવો ભાવ વધારો
અમૂલ શક્તિ 500 ML રૂ.31 રૂ.32 રૂ.1
અમૂલ બફેલો 500 ML રૂ.38 રૂ.39 રૂ.1
અમૂલ ગોલ્ડ 500 ML રૂ.34 રૂ.35 રૂ.1
અમૂલ ગોલ્ડ 1 લીટર રૂ.68 રૂ.70 રૂ.2
સ્લીમ & ટ્રિમ 500 ML રૂ.25 રૂ.26 રૂ.1
ટી સ્પેશિયલ 500 ML રૂ.32 રૂ.33 રૂ.1
ટી સ્પેશિયલ 1 લીટર રૂ.64 રૂ.66 રૂ.2
અમૂલ તાજા 500 ML રૂ.28 રૂ.29 રૂ.1
અમૂલ તાજા 1 લીટર રૂ.55 રૂ.57 રૂ.2
ગાયનું દૂધ 500 ML રૂ.29 રૂ.30 રૂ.1

છેલ્લા બે વર્ષથી અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરે છે

અગાઉ 1 મે, 2025ના રોજ પણ અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એ સમયે અમૂલના 36 લાખ દૂધ ઉત્પાદકોના દૂધના ઈનપુટમાં ખર્ચમાં વધારાના કારણે ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતુ.

જેની પહેલા 2024માં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ જૂન મહિનામાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એ સમયે દૂધની આવક સતત ઘટવાના કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતુ.

આમ અમૂલ દ્વારા દર વર્ષે દૂધના ભાવમાં બે-બે રૂપિયા વધારવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હવે અમૂલી લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કરી દેતા ચાની ચુસકી પણ મોંઘી પડશે.