Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વણઝર ગામના 173 પરિવારોને તેમના પ્લોટની માલિકી હક સોંપણી અને 15 લાખ લોકોને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભેટ આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસ અને જનકલ્યાણ પ્રત્યે સંવેદનશીલ છે. આ સાથેજ તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું. જનતાને જે ગમે છે તેનાથી તમે ભાગો છો. આ કાર્યક્રમ રાહુલ ગાંધી જોઇએ તો સમજી જશે કે તેઓ કેમ હારી જાય છે. તેમને તેમની પાર્ટીવાળા નથી સમજાવી શકતા તો અમે કયાંથી સમજાવી શકીએ.
અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ હમણાં લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી. તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો. બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ. હવે સવાલ કરવાનો તો તમને બધાને એને સવાલ કરી દીધો મને. પણ રાહુલ બાબાને મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાવ છો. આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ કર્યું છે.
અમદાવાદમાં નવા વણઝર ગામના 200થી વધુ પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમથી લાઈવ…
— Amit Shah (@AmitShah) December 28, 2025
अहमदाबाद में नवा वणझर गांव के 200 से अधिक परिवारों को भूमि आवंटन के प्रमाण-पत्र वितरण कार्यक्रम से लाइव... https://t.co/BnMRG0qcPp
કોઈ મોટું આંદોલન નથી કર્યું. હું તો અહીંથી ધારાસભ્ય હતો સંસદ સભ્ય થયો કોઈ મોટું આંદોલન નથી કર્યું. વણઝરમાં હું કેટલીય વાર આયો છું, પણ કોઈએ મને રોક્યો નથી. કોઈએ માંગણીઓ નથી કરી. કોઈએ કઈ કશું કહ્યા વગર એક પ્રકારથી આ વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે. જનપ્રતિનિધિ જન જન પ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ આ અદભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, બીજું ઉદાહરણ એનું આ 15 લાખ લોકોની વસ્તીની ગટરનું છે. 15 લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાય ક્યારેય કોઈએ કોઈ આંદોલન નથી કર્યું પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, ભારત સરકાર, તમારા સંસદ સભ્ય તરીકે મે જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ગટરના કામને પૂરું કર્યું છે. હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ એસઆઈઆર સમજવામાં પડી ગયા છે જે એમનું કામ નથી.
તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ બાબા હજી તમે થાકી ના જાવ હારથી. બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું છે નક્કી કરીને રાખજો. 2029 માં પણ ફરીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો જેની સાથે જનતા જોડાયેલી છે.
અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો, એર સ્ટ્રાઈક કરાવીએ વિરોધ કરો, બાંગ્લાદેશી ઘુસપેઠીયાને ભગાડીએ વિરોધ કરો, કાશીનું મંદિર નવું બનાવીએ વિરોધ કરો, 370 મી કલમ હટાવીએ વિરોધ કરો, ત્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ તમે વિરોધ કરો અને કોમન સિવિલ કોડ લાઈએ તો પણ તમે વિરોધ કરો. જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો ક્યાંથી મત મળે. પરંતુ રાહુલ બાબાને સમજાવાની ક્ષમતા મારી એ નથી, જેને પોતાના પાર્ટીવાલા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષ માં ક્યાંથી સમજાઈ શકીએ ભાઈ.

