Ahmedabad News: અમદાવાદ મનપાની કાર્યવાહીઃ ઉત્તર પશ્ચિમ ઝોનમાં દબાણો દૂર કરાયા, 63 વાહનોને લોક મારવામાં આવ્યા, બોડકદેવમાં 7 એકમો સીલ મરાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 01 Aug 2023 06:44 PM (IST)Updated: Tue, 01 Aug 2023 06:44 PM (IST)
ahmedabad-news-amc-in-north-west-zone-63-vehicles-locked-7-units-sealed-in-bodakdev

Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયેદસર રીતે કરવામાં આવેલા દબાણો, ગંદકી ફેલાવનારા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને ગમે ત્યાં વાહન પાર્ક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવા દબાણો દૂર કરવામાં આવ્યા છે, 63 વાહનોને લોક મારવામાં આવ્યા છે અને બોડકદેવમાં 7 એકમો સીલ મારવામાં આવ્યા છે.

બોડકદેવમાં 7 એકમોને સીલ મારવામાં આવ્યા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ( કચરાપેટી) ન રાખતા એકમોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમા કુલ 75 જેટલાં એકમો તપાસવામાં આવ્યા હતા.જેમાંથી 38 નોટિસો ઇશ્યૂ કરવામાં આવી છે. 5.5 કિ.ગ્રા પ્લાસ્ટિકનો જથ્તો જપ્ત કરવામાં આવ્યો છે અને રૂ. 64 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોડકદેવમા દેસાઇ પાન પાર્લર, વસ્તાભાઈ ભરવાડ ટી સ્ટોલ, જયરામભાઈ દેસાઈ કોમ્પલેક્ષ, આત્મ નિર્ભર કાફે, કાફે ગોલ્ડન બ્રો, કાફે ડાભી સ્ટોલ, સીપાર સરદાર અને વેસ્ટ પોઇન્ટ હોન્ડાના એકમોને સીલ મારવામાં આવ્યા છે.

ઉત્તર પશ્ચિમ ઝોન દબાણો દૂર કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં જાહેર રોડ પરનાં દબાણ/જં શન પરના દબાણ તથા ટ્રાફિકમાં તથા રાહદારીઓને અડચણરૂપ થતા દબાણો દૂર કરવાની તથા જાહેર રોડ ઉપર સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે આજે ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

રન્નાપાર્કથી પ્રભાત ચોકથી ચાણક્યપૂરી બ્રીજ થઇ ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોપપંપ થઇ હાઇકોર્ટથી સોલા ભાગવત સુધી તથા (B) કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થી પકવાન ચાર રસ્તા તથા (C) ઇસ્કોન ચાર રસ્તા થી ગોતા ચાર રસ્તા થઇ વૈષ્ણોદેવી સર્કલ બંને બાજુ ટ્રાફિક પોલિસ સાથે રાખીને સધન ડ્રાઈવ કરવામાં આવી છે. પ્રભાત ચોક ચાર રસ્તા, ડમરૂ ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા તથા પકવાન ચાર રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવ્યા છે. તેમજ બિનઅધિકૃત પાર્ક થતી રિક્ષાઓ દૂર કરવામાં આવી છે.

દબાણ તેમજ વ્હીકલો લોક કર્યા આશરે વહીવટી ચાર્જ પેટે રૂ. 3300 વસૂલ કરવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન 7 લારી, 42 નંગ બોર્ડ/બેનર તથા રસ્તા ઉપર પાર્ક કરેલા 63 વાહનોને લોક મારવામાં આવ્યા છે.અન્ય સાધન સામગ્રી આશરે નંગ-34 દબાણ ગાડીમાં ભરી સિધું ભવન દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર રોડરસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરીની ઝુંબેશ આગામી સમયમાં ચાલુ રાખવામાં આવનારી છે.