ITC Narmada Hotel Ahmedabad: ભોજનમાંથી જીવડું મળી આવતા ITC નર્મદા હોટલને 50,000 રૂપિયાનો દંડ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 12 Sep 2024 12:06 PM (IST)Updated: Thu, 12 Sep 2024 12:06 PM (IST)
ahmedabad-municipal-corporation-amc-imposes-rs-50000-fine-on-itc-narmada-hotel-in-ahmedabad-over-insect-found-in-food

ITC Narmada Hotel Ahmedabad: અમદાવાદ શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવડું મળી આવવાની વધુ એક ઘટના સામે આવી છે. જો કે, આ વખતે શહેરના પોશ વિસ્તારની ફાઇવ સ્ટાર હોટલની દાળમાંથી જીવડું મળી આવતા ઘટના ચર્ચામાં આવી છે.

માહિતી મળી રહી છે કે, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ITC નર્મદા (ITC Narmada) નામની ફાઇવ સ્ટાર હોટલમાં પીરસવામાં આવેલા ફૂડમાં જીવડું મળી આવતા સીટી સિવિક બોડી દ્વારા રૂ. 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગને એક વીડિયો ફરિયાદ મળી હતી. ગ્રાહકને તેના રૂમમાં પીરસવામાં આવેલી ભોજનમાંથી જીવડું મળી આવ્યું હતું. આ ફરિયાદના આધારે AMCની ટીમે હોટલના રસોડામાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જો કે નિરીક્ષણ દરમિયાન કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું ન હતું, આરોગ્ય વિભાગે કડક ચેતવણી સાથે ઔપચારિક નોટિસ આપી હોટલને રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો.