Ahmedabad: આગામી 2030માં અમદાવાદમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને લઈને સરકાર દ્વારા શહેરની પરિવહન સુવિધામાં વધારો કરવા પ્રયત્નશીલ છે. જે અંતર્ગત હવે મોદી કેબિનેટ દ્વારા અમદાવાદ મેટ્રોના વિસ્તરણને મંજૂરી આપી દેવામાં આવી છે.
હકીકતમાં આજે દિલ્હી સ્થિત સેવા તિર્થ ખાતે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના વિકાસને લઈને કરવામાં આવેલા એક મોટા નિર્ણયમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2 વિકસાવવા માટે સરકારની લીલીઝંડી મળી ગઈ છે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું મેટ્રો નેટવર્ક 71 કિલોમીટર લાબું થઈ જશે
આ અંગે વિગતો આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, કેબિનેટમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2B હેઠળ ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગર નજીક આવેલા શાહપુર સુધી નવો કોરિડોર વિકસાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
રૂ. 1067 કરોડના અંદાજિત ખર્ચે સંપૂર્ણપણે એલિવેટેડ લાઈન તરીકે વિકસાવવામાં આવનાર નવો રૂટ 3.3 કિલોમીટરનો રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
➡️ Cabinet approves extension of existing North-South corridor from GIFT City to Shahpur of Gujarat Metro Rail Corporation Limited (GMRC)
— PIB India (@PIB_India) February 24, 2026
➡️ The extension will be 3.33 kilometers long and include three elevated stations
➡️ The project is scheduled to be completed in… pic.twitter.com/rjPqQ09Gdl
આ નવા કોરિડોરમાં 3 આધુનિક સ્ટેશનો ગિફ્ટ સિટી હાઉસ, ગુજરાત બાયોટેક્નોલૉજી યુનિવર્સિટી અને શાહપુર (IIT) તૈયાર કરવામાં આવશે. નવો કોરિડોર કાર્યરત થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો નેટવર્ક 71 કિલોમીટર લાબું થઈ જશે. જેના પરિણામે ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરી વધારે ઝડપી અને સરળ બનશે. જેનો સીધો લાભ હજારો મુસાફરોને મળશે.
